Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તારું ઠરાવેલું મૂલ્ય નીચે પ્રમાણે થાય:વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના નરને માટે તારું ઠરાવેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, પચાસ શેકેલ રૂપું થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3-7 “વીસથી સાઠ વર્ષની ઉંમરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 50 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 30 શેકેલ ચૂકવવા. પાંચથી વીસ વર્ષની ઉંમરના છોકરાનું મુક્તિમૂલ્ય ચાંદીના 20 શેકેલ થાય. જો તે છોકરી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા. પાંચ વર્ષથી નીચેના નર બાળકનું મુક્તિમૂલ્ય ચાંદીના 5 શેકેલ થાય. અને નારી હોય તો ચાંદીના 3 શેકેલ ચુકવવા. સાઠ વર્ષથી ઉપરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 15 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય; વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે પચાસ શેકેલ ચાંદી થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના પુરુષની કિંમત મુલાકાતમંડપના ધોરણ અનુસાર 50 શેકેલ ચાંદી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:3
10 Iomraidhean Croise  

યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા, જે ચલણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે, તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલી જકાત, તથા જે પૈસા યહોવાના ઘરમાં લાવવાનું હરકોઈને મન થાય તે બધા પૈસા,


તેઓ આ પ્રમાણે આપે “ગણમાં જેઓ દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે (વીસ ગેરાહનો શેકેલ થાય છે), યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે.


જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે બધું ઓગણત્રીસ તાલંત, તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સાતસો ને ત્રીસ શેકેલ હતું.


અને જ્યારે કોઈ માણસ પોતાનું ઘર યહોવાને માટે પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેનું મૂલ્ય ઠરાવે, પછી તે ઘર સારું હોય કે નરસું હોય. યાજક જેટલું તેનું મૂલ્ય ઠરાવે તેટલું કાયમ રહે.


અને જે મૂલ્ય તું ઠરાવે તે બધું પવિત્રસ્થાન ના શેકેલ પ્રમાણે ઠરાવવું, વીસ ગેરાહનો એક શેકેલ થાય છે.


અને જો તે નારી હોય તો તેનું મૂલ્ય ત્રીસ શેકેલ થાય.


“જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિષે અજાણે પાપ કરે, તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે, ટોળામાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, એટલે તું ઠરાવે એટલા શેકેલ રૂપું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે.


અને તે યહોવાની આગળ પોતાનું દોષાર્થાર્પણ, એટલે ટોળમાંનો તારા ઠરાવ્યા પ્રમાણેનો ખોડખાંપણ વગરનો ઘેટો, યાજક પાસે દોષાર્થાર્પણને માટે લાવે,


અને તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક માસની ઉમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી, એટલે પવિત્રસ્થાનનો શેકેલ, જેના વીસ ગેરાહ થાય છે, તે પ્રમાણે પાંચ શેકેલનાં નાણાંથી છોડાવી લે.


તે પ્રત્યેકને માટે, માથાદીઠ, પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ (એટલે વીસ ગેરાહના શેકેલ) પ્રમાણે તું લે.


Lean sinn:

Sanasan


Sanasan