Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને મારી વિરુદ્ધ જે ઉલ્‍લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તેઓ કબૂલ કરશે, ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઊલટા ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 “પરંતુ તમારાં સંતાનો તેમનાં અને તેમનાં પૂર્વજોનાં પાપ કબૂલ કરશે. મારી સામા થઈને મારી વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો હતો તેની કબૂલાત કરશે કે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 મારી વિરુદ્ધ કરેલા પાપો તેઓએ કર્યા તેમાં તેઓનો અન્યાય અને તેઓના પિતૃઓના અન્યાય જો તેઓ કબૂલ કરશે અને એ પણ કબૂલ કરશે કે તેઓ મારી વિરુદ્ધ ચાલ્યા છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 “પરંતુ કદાચ તેઓ પોતાનાં અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કરશે, મને વિશ્વાસઘાત કરીને માંરી વિરુદ્ધ પડીને તેમણે જે પાપો કર્યા છે તે કબૂલ કરશે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:40
30 Iomraidhean Croise  

તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તમારી આગળ યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ અને અમે ભૂંડું કર્યું છે;’


વળી તેઓને બંદીવાન કરીને લઈ જનાર તેઓના શત્રુઓના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હ્રદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તમારી તરફ પાછા ફરે, અને તેઓનો જે દેશ તેઓના પિતૃઓને તમે આપ્યો, વળી જે નગર તમે પસંદ કર્યું છે, તથા જે મંદિર તમારા નામને અર્થે મેં બાંધ્યું છે, તેમની તરફ [મુખ ફેરવીને] તમારી પ્રાર્થના કરે;


તો હવે તમે તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ પસ્તાવો કરીને તેમની ઇચ્છા પ્રમાણે કરો; દેશના લોકથી તથા પરદેશી સ્ત્રીઓથી અલગ થાઓ.”


હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે ન્યાયી છો; આજની માફક અમે બચી જતાં અમારો શેષ જીવતો રહ્યો છે. અમે અપરાધી છીએ, તેથી અમારામાંનો કોઈ તમારી આગળ ઊભો રહી શકતો નથી.”


મેં કહ્યું, “હે મારા ઈશ્વર, હું મારું મુખ તમારી તરફ ઉઠાવતાં શરમાઉં છું; કેમ કે અમારા પાપ અમારા માથા પર વધી ગયાં છે, અમારા અપરાધ વધીને આકાશ સુધી પહોંચ્યા છે.


મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


હે યહોવા, અમે અમારી દુષ્ટતા, અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; કેમ કે તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


હે યહોવા, જુઓ; કેમ કે મને ખેદ થાય છે; મારી આંતરડી કકળે છે! મારા હ્રદયને ચેન પડતું નથી; કેમ કે મેં ભારે બળવો કર્યો છે; બહાર તરવાર નિ:સંતાન કરે છે, ઘરમાં પણ મરણ જેવું છે.


તેમના આચરણ તથા તેમનાં કૃત્યો તમે જોશો, ત્યારે તે પરથી તમારા મનનું સાંત્વન થશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ મેં તે પર વિતાડ્યું છે તે કારણ વગર કર્યું નથી, એમ પ્રભુ યહોવા કહે છે.”


ત્યારે તમને તમારાં દુરાચરણ તથા તમારાં અશુભ કૃત્યો યાદ આવશે; અને તમારાં દુષ્કર્મોને લીધે તથા તમારાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે તમારા પોતાના મનમાં પોતાને ધિક્કારશો.


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો, ને મારું સાંભળવાને નહિ ચાહો, તો હું તમારા પાપ પ્રમાણે સાતગણા પીડાપાત તમારાં પર લાવીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું, હા, હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


અને જ્યારે તે તેઓમાંથી એક વિષે તેણે પાપ કર્યું હોય તે તે કબૂલ કરે,


તો તેઓએ કરેલું પાપ તેઓ કબૂલ કરે; અને તે પોતાના ગુનાને માટે પૂરો બદલો ભરી આપે, અને તેમાં તેનો પંચમાશ ઉમેરીને, જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.


તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,


ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, “મારા દીકરા, ઇઝરાયલના ઈશ્વર યહોવાને મહિમા આપ, ને તેની આગળ કબૂલ કર; અને તેં શું કર્યું છે તે હવે મને કહે; મારાથી કંઈ ગુપ્ત રાખીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan