લેવીય 26:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને હું તમારાં પવિત્રસ્થાનોને ઉજ્જડ કરીશ, ને તમારી સુંગધી વસ્તુઓની સુવાસ હું સૂંધીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્ન થઈશ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 હું તમારા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમારા પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ અને તમારા સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ31 હું તમાંરા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમાંરાં પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ, અને તમાંરાં સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ. Faic an caibideil |
બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.
જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું કે, જે [આફત] આવે છે તેના સમાચારને લીધે [એ વખતે] દરેક હ્રદય પાણી પાણી થઈ જશે, ને સર્વ હાથ કમજોર થઈ જશે, ને દરેકના હોશ ઊડી જશે, ને સર્વ ઘૂંટણો પાણી જેવાં ઢીલાં થઈ જશે. પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તે આવે છે, ને તે પ્રમાણે કરવામાં આવશે જ.”