લેવીય 26:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને હું તમારાં પર્વત પરનાં દેવસ્થાનો પાડી નાખીશ, ને તમારી સૂર્યમૂર્તિઓને કાપી નાખીશ, ને તમારી પૂતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ, અને મારો જીવ તમારાથી કંટાળી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 હું તમારાં ટેકરીઓ પરનાં ભક્તિસ્થાનોનો નાશ કરીશ, તમારી ધૂપવેદીઓ તોડી પાડીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર તમારાં શબ ફેંકીશ. હું તમારો ધિક્કાર કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 અને હું તમારા ઉચ્ચસ્થાનો તોડી નાખીશ તેમ જ તમારી વેદીઓને કાપી નાખીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર હું તમારા મૃતદેહ નાખીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ30 હું તમે જયાં તમાંરી મૂર્તિઓની પૂજા કરો છો તે ટેકરીઓ ઉપરનાં મુલાકાતમંડપનો નાશ કરીશ અને તમાંરી મૂર્તિઓના ભંગાર ઉપર હું તમાંરાં મૃતદેહો ખડકીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ. Faic an caibideil |
એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શામાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા.
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ તો મારા તખ્તનું સ્થાન તથા મારા પગનાં તળિયાંનું સ્થાન છે, તેમાં હું ઇઝરાયલી લોકો મધ્યે સદાકાળ રહીશ; અને ઇઝરાયલ લોકો ફરીથી કદી પણ મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ, ને તેઓ તથા તેઓના રાજાઓ પોતાના વ્યભિચારથી, તથા પોતાના રાજાઓ મરે ત્યારે તેઓનાં મુડદાંથી ભ્રષ્ટ કરશે નહિ.