Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હું યહોવા તમારો ઈશ્વર છું કે, જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે તમે તેઓના ગુલામ ન થાઓ; અને મેં તમારી ઝૂંસરીનાં બંધન તોડીને તમને ટટાર ચાલતા કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્‍નત મસ્તકે ચાલતા કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમને મિસર દેશમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું. તમારી ચાકરીની ઝૂંસરી તોડી નાખીને મેં તમને ઉન્નત મસ્તકે ચાલતા કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 કારણ કે તમને ચાકરીમાંથી છોડાવી મિસરની બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. તમાંરી ચાકરીની ઝૂસરી તોડી નાખીને તમને ઉન્નત મસ્તકે ચાલતા મેં કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:13
18 Iomraidhean Croise  

હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું; તમારો જ દાસ, તમારી દાસીનો દીકરો છું; તમે મારાં બંધન છોડ્યાં છે.


અને યહોવાએ મિસરના રાજા ફારુનનું હૈયું હઠીલું કર્યું, ને તે ઇઝરાયલીઓની પાછળ પડયો; કેમ કે ઇઝરયલી લોકો નીડરપણે નીકળ્યઅ હતા.


“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.


અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


હું તેને તારા પર જુલમ કરનારાઓના હાથમાં મૂકીશ કે, જેઓએ તારા જવને કહ્યું હતું કે, ‘ઊંધો પડ કે, જેથી અમે તારા ઉપર થઈને જઈએ’; અને તેં તારી પીઠ ભૂમિની જેમ, અને વટેમાર્ગુઓને માટે રસ્તાની જેમ રાખી હતી.”


તેં પ્રજાની વૃદ્ધિ કરી છે, તેં તેમનો આનંદ વધાર્યો છે. કાપણિમાં થતા આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતાં હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સમક્ષ આનંદ કરે છે.


“કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘મેં બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખી છે.


વળી યહૂદિયાના રાજા યહોયાકીમનો પુત્ર યકોન્યા તથા યહૂદિયાના જે લોકો બાબિલના બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને હું આ સ્થળે પાછા લાવીશ; કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ, ’ એવું યહોવા કહે છે.”


વળી જ્યારે હું તાહપાનેસમાં મિસરે મૂકેલૌ ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેના અંત:કરણમાંના પોતાના બળ વિષેના અભિમાનનો નાશ થશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થઈ જશે. તેને વાદળ ઢાંકી દેશે, ને તેની પુત્રીઓ ગુલામગીરીમાં જશે,


વળી ખેતરમાંના વૃક્ષોને ફળ આવશે, પૃથ્વી પોતાની ઉપજ આપશે, ને તેઓ પોતાના દેશમાં નિર્ભય રહેશે; અને હું તેમની ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેમને ગુલામ રાખનારાઓના હાથમાંથી છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


મેં તેઓને માનવી બંધનોથી, પ્રમની દોરીઓથી ખેંચ્યા; હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું.


તમારો ઇશ્વર થવા માટે [તથા] તમને કનાન દેશ આપવા માટે તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર યહોવા તમારો ઈશ્વર હું છું.


કેમ કે તેઓ મારા સેવકો છે કે, જેઓને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો. તેઓ ગુલામ તરીકે વેચાય નહિ.


કેમ કે ઇઝરાયલી લોકો મારા દાસ છે; મારા જે દાસોને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે; હું યહોવા તમારો ઈશ્વર છું.


હવે હું તારા પરથી તેની ઝૂંસરી ભાંગી નાંખીશ, ને તારા બંધ તોડી નાખીશ.”


Lean sinn:

Sanasan


Sanasan