Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ; અને મારો જીવ તમારાથી કંટાળી જશે નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હું તમારી મધ્યે મારું નિવાસસ્થાન સ્થાપીશ અને હું કદી તમારો ત્યાગ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ. અને હું તમારાથી કંટાળી જઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હું તમાંરી વચ્ચે માંરું નિવાસ કરીશ. હું તમાંરો ત્યાગ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:11
27 Iomraidhean Croise  

જે જે ઠેકાણે સર્વ ઇઝરાયલી લોકો સાથે હું ફર્યો છું, ત્યાં ઇઝરાયલનાં કુળોમાંના જેને મેં મારા ઇઝરાયલ લોકોનું પાલન કરવાની આજ્ઞા આપી, તેઓમાંના કોઈને શું મેં એક શબ્દ પણ કહ્યો કે, મારે માટે એરેજવૃક્ષના લાકડાનું ઘર તમે કેમ બાંધતાં નથી?’


અને હું ઇઝરાયલી લોકો મધ્યે રહીશ, ને મારા લોક ઇઝરાયલને તજી દઈશ નહિ.”


મેં તમારે માટે રહેવાનું મંદિર, સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થાન, નક્કી બાંધ્યું છે.”


પણ શું ઇશ્વર ખરેખર પૃથ્વી પર વસશે? આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું મંદિર [તમારો સમાવેશ] કરે એ કેટલું બધું અશક્ય છે.!


તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઊઠ્યો. અને પોતાના વારસામાંથી તે કંટાળી ગયા.


વળી સાલેમમાં તેમનો મંડપ છે, અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે.


ઈશ્વરે [એ] સાંભળ્યું ત્યારે તે કોપાયમાન થયા, અને તેમને ઇઝરાયલ પર બહુ કંટાળો આવ્યો;


અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.


અને હું ઇઝરાયલી લોકો મધ્યે રહીને તેઓનો ઈશ્વર થઈશ.


અને તેઓ જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, કે જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે હું તેઓ મધ્યે રહું. તેઓનો ઈશ્વર યહોવા હું છું.


તમારા નામની ખાતર અમને ન ધિક્કારો. તમારા પ્રતાપી સિંહાસનનું અપમાન ન કરો; અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેને તોડશો નહિ.


પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે, તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. પ્રભુએ તેમના રાજમહેલોની ભીંતો શત્રુના હાથમાં સોંપી દીધી છે. જેમ શુભ સભાને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાના મંદિરમાં ઘોંઘાટ કર્યો છે.


ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું, ને હું તમારો ઈશ્વર યહોવા છું, ને બીજો કોઈ નથી; અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.


અને જે દેશજાતિને હું તમારી આગળથી હાંકી કાઢું છું, તેના રિવાજો પ્રમાણે તમારે ન ચાલવું; કેમ કે તેઓ એ સર્વ કૃત્યો કરતા હતા, ને તે માટે હું તેમનાથી કંટાળ્યો.


અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો, ને જો તમારા જીવ મારાં ન્યાયકૃત્યોથી કંટાળી જાય, કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહિ પાળતાં તમે મારો કરાર તોડો;


અને તેઓને દેશ છોડવો પડશે, ને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉજ્જડ પડયો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબ્બાથો ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા માન્ય કરશે. તે આ કારણથી કે તેઓએ મારા હુકમો તુચ્છ કર્યા, ને તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા.


અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે, ત્યારે હું તેઓને તજીશ નહિ, ને તેઓનો પૂરો નાશ કરવાને, ને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા માટે હું તેમનાથી કંટાળી જઈશ નહિ, કેમ કે હું યહોવા તેઓનો ઈશ્વર છું.


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.


એ જોઈને યહોવાને કંટાળો ઊપજ્યો, કેમ કે તેમના દીકરા તથા તેમની દીકરીઓએ તેમને ખીજવ્યા.


તથાપિ જો તમારા વતનની ભૂમિ અપવિત્ર [લાગતી] હોય, તો યહોવાએ વતનને માટે આપેલી ભૂમિ, જ્યાં યહોવાનો મંડપ રહે છે, ત્યાં [નદી] ઊતરીને આવો, ને અમારી ભેગા રહો; પણ આપણા ઈશ્વર યહોવાની વેદી સિવાય બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરશો નહિ, ને અમારો પણ દ્રોહ કરશો નહિ.


અને એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનપુત્રોને તથા ગાદપુત્રોને તથા મનાશ્શાનાપુત્રોને કહ્યું, “આજે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે આમાં તમે યહોવાની આ નું ઉલ્લંઘન કર્યું નથી; હવે તો તમે ઇઝરાયલીઓને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે.”


વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, “જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, [ઈશ્વર] તેઓની સાથે વાસો કરશે, તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.


માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠેલા છે તે તેમના પર મંડપરૂપે રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan