Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે વખતે સાતમા માસને દશમે દિવસે તારે મોટે અવાજે બધે રણશિંગડું વગડાવવું; પ્રાયશ્ચિત્તને દિવસે તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું. તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પછી સાતમા માસને દસમે દિવસે એટલે પ્રાયશ્ર્વિતના દિવસે તમારે સમગ્ર દેશમાં રણશિંગડું વગાડવા માણસ મોકલવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી સાતમાં મહિનાના દશમે દિવસે પ્રાયશ્ચિતને દિવસે તમાંરે આખા દેશમાં ઘેટાનું શિંગ વગડાવવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:9
20 Iomraidhean Croise  

આનંદદાયક નાદને જાણનાર લોકોને ધન્ય છે; હે યહોવા, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.


તેઓ આખો દિવસ તમારે નામે હર્ષ કરે છે; અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


અને જ્યારે તે પવિત્રસ્થાનને તથા મુલાકાતમંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત્ત કરી રહે, ત્યારે જીવતા બકરાને તે હાજર કરે,


અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;


કેમ કે તમારા શુદ્ધિકરણને માટે એ દિવસે તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવામાં આવશે. તમે તમારાં સર્વ પાપથી યહોવાની સમક્ષ શુદ્ધ થશો.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં, તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો.


“પરંતુ આ સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ છે; એ [દિવસે] તમારે પવિત્ર મેળાવડો કરવો, ને તમારે આત્મકષ્ટ કરવું; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો.


અને તારા પોતાને માટે વર્ષોના સાત સાબ્બાથ એટલે સાતગણાં સાત વર્ષ ગણવાં અને વર્ષોના સાત સાબ્બાથની મુદત એટલે ઓગણપચાસ વર્ષ થશે.


જો તે પોતાનું ખેતર જુબિલીના વર્ષથી અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેનું મૂલ્ય થાય.


જેની પાસેથી તે ખેતર ખરીદાયેલું હતું, એટલે જેના વતનનું તે હતું, તેને તે ખેતર જુબિલીના વર્ષમાં પાછું મળે.


અને તમારા ઉત્સવને દિવસે ને તમારાં ઠરાવેલા પર્વોએ, ને તમારા માસોના આરંભમાં, તમે તમારાં દહનીયાર્પણો પર તથા તમારાં શાંત્યર્પણોના યજ્ઞ પર રણશિંગડાં વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારા માટે સ્મરણાર્થે થશે. હું યહોવા તમારો ઈશ્વર છું.


અને જ્યારે ઇઝરાયલીઓની જુબિલી આવશે, ત્યારે તેઓનો વારસો જે કુળની તેઓ થઈ હશે તેના વારસા સાથે જોડાઈ જશે; અને એથી તેઓનો વારસો અમારા પિતૃઓના કુળના વારસામાંથી જતો રહેશે.”


પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર, ‘આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓનાં વચનો ફેલાયાં છે.’


એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ].


કેમ કે માત્ર મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાઈ એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો. એ વિષે અમારે કંઈ કહેવાની અગત્ય નથી.


અને સાત યાજકો કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે. અને સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરો, ને યાજકો રણશિંગડા વગાડે.


Lean sinn:

Sanasan


Sanasan