લેવીય 25:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તારી ફસલમાં જે પોતાની મેળે ઊગ્યું હોય તે તારે કાપવું નહિ, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષો તારે વીણી લેવી નહિ; એ વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનું થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તે વર્ષે પડેલા દાણામાંથી ઊગેલા અન્નનો પાક તમારે લેવો નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષ એકઠી કરવી નહિ.તે તો જમીનને માટે સંપૂર્ણ સાબ્બાથનું એટલે આરામનું વર્ષ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ5 જમીન પર પડેલા દાણામાંથી જે કંઈ પાકે અથવા છાંટયા વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમાંરે લેવાં નહિ, એ વર્ષે જમીનને સંપૂર્ણ વિશ્રામ આપવો. Faic an caibideil |