Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને જો તારો સાથી ભાઈ કંગાલાવસ્થામાં આવી પડયાથી પોતે તારે ત્યાં વેચાયો હોય, તો તું તેની પાસે ગુલામી ન કરાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 “જો તમારી પાસે રહેતો સાથી ઇઝરાયલી એટલો બધો ગરીબ બની જાય કે પોતાની જાતને ગુલામ તરીકે વેચી દે તો પણ તમારે તેની પાસે ગુલામના જેવું કામ કરાવવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તમારા દેશનો જો કોઈ ભાઈ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમારે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 “જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમાંરે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:39
16 Iomraidhean Croise  

પણ ઇઝરાયલ લોકમાંથી કોઈના પર સુલેમાને વેઠ નાખી નહિ. પણ તેઓ તો સૈનિકો, તેના ચાકરો, તેના અધિપતિઓ, તેના સરદારો ને તેના રથોના તથા તેના ઘોડેસવારોના અમલદારો હતા.


હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું, “તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા. અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે.”


માટે હવે યહૂદિયા તથા યરુશાલેમનાં છોકરાંને તમે પોતાને માટે ગુલામો તથા ગુલામડીઓ બનાવીને તેમને તાબેદાર કરી લેવા ધારો છો; પણ તમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ તમારા પોતાના જ અપરાધો નથી શું?


અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો, અને અમારાં બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે, તોપણ, અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ, ને અમારી પુત્રીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બીજા થયા છે.”


અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી.


જો તું કોઈ હિબ્રૂ દાસ ખરીદે, તો તે છ વર્ષ સુધી ચાકરી કરે; અને સાતમે વર્ષે તે એમ ને એમ છૂટી જાય.


જો સૂર્ય ઊગ્યા પછી તેને [મારે] તો તેને ખૂનનો દોષ લાગે. ચોરેલા માલની નુકસાની [ચોર] ભરી આપે; અને જો તે છેક કંગાલ હોય, તો તેની ચોરીને લીધે તે વેચાઈ જાય.


ઘણી પ્રજાઓ તથા મોટા મોટા રાજાઓ તેઓની પાસે સેવા કરાવશે. અને હું તેઓનાં આચરણ પ્રમાણે તથા તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપીશ.”


તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે, ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેની, તેના પુત્રની તથા તેના પૌત્રની સેવા કરશે; [પરંતુ] ત્યારપછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તે દિવસે હું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ભાંગી નાખીશ, ને તારાં બંધનો તોડી નાખીશ. પરદેશીઓ ફરી તેની પાસે સેવા કરાવશે નહિ.


તારો જે હિબ્રુ ભાઈ તેં વેચાતો લીધો છે અને જેણે છ વરસ તારી સેવા કરી છે, તેને તારે છોડી દેવો, એવાને તમારે સાત વરસને અંતે છોડી દેવો. પણ તમારા પૂર્વજોએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ.


યરુશાલેમમાં રહેલા લોકોને છુટકારાની જાહેરખબર આપવાનો કરાર સિદકિયા રાજાએ યરુશાલેમમાંના સર્વ લોકોની સાથે કર્યો હતો, ત્યાર પછી જે વચન યહોવાથી યર્મિયાની પાસે આવ્યું તે નીચે પ્રમાણે હતું.


[એ કરાર તો એવો હતો કે,] દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ અને દાસીને છોડી મૂકે, જેથી કોઈ પણ માણસ તેઓની પાસે, એટલે પોતાનાં હિબ્રૂ ભાઈ [બહેન] ની પાસે સેવા કરાવે નહિ.


અને તમે તેઓને તમારા પછી તમારાં છોકરાંને માટે વારસો તથા મિલકત થૌઆ માટે લો, અને તેઓમાંથી તમારે હમેશા ગુલામો રાખવાં, પણ તમારા ભાઈ ઇઝરાયલીઓ પર તમે પરસ્પર સખ્તાઇથી ધણીપણું ન કરો.


પણ વાળી આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના શેઠે તેને તથા તેની સ્‍ત્રીને તથા તેનાં છોકરાંને તથા તેની પાસે જે કંઈ હતું તે બધું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી.


Lean sinn:

Sanasan


Sanasan