Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને જો તમે કહો કે, જો, સાતમે વર્ષે અમે વાવીએ નહિ ને અમારી ઊપજનો સંગ્રહ કરીએ નહિ, ત્યારે અમે [તે વર્ષે] શું ખાઈએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 કોઈને પ્રશ્ર્ન થાય કે સાતમા વર્ષમાં કશું વાવવાનું કે લણવાનું નથી, તો પછી શું ખાઈશું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તમે કહેશો કે, “જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “તમે કહેશો કે, ‘જો અમે દાણા ન વાવીએ અથવા લણીએ તો સાતમાં વર્ષે અમને કંઈ ખાવા નહિ રહે.’

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:20
15 Iomraidhean Croise  

ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ ઇઝરાયલની સેવાને માટે જે સો તાલંત મેં આપ્યા છે તેનું આપણે કેમ કરવું?” ઈશ્વરભક્તે તેને ઉત્તર આપ્યો, “તમને એ કરતાં પણ વિશેષ આપવાને યહોવા સમર્થ છે.”


હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમ કે યહોવા બોલ્યા છે: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ બંડ કર્યું છે.


અને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને તમે ધરાતાં સુધી ખાશો, ને તેમાં સહીસલામત રહેશો.


પણ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાનો સાબ્બાથ થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ, ને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહિ.


અને દેશના વિશ્રામથી તો તારે માટે ખોરાક નીપજશે. તેની સર્વ ઊપજ તારો તથા તારા દાસનો તથા તારી દાસીનો તથા તારા પરદેશીનો,


એ સર્વ લોકોને આપવાને હું માંસ ક્યાંથી લાવું? કેમ કે તેઓ મારી આગળ રડી રડીને કહે છે, ‘અમને માંસ આપ કે અમે ખાઈએ.’


અને તેઓની સાથેનો મિશ્ચિત લોકનો જથો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયલીઓએ પણ ફરીથી રડીને કહ્યું, “અમને ખાવાને માંસ કોણ આપશે?


અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ.


અમે શું ખાઈશું તથા શું પીશું, એની ચિંતા ન કરો, અને મનમાં સંદેહ ન રાખો.


કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.


Lean sinn:

Sanasan


Sanasan