Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાલી લોકોને એમ કહે કે, જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે આવો ત્યારે તે દેશ યહોવાનો વિશ્રામ પાળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “તું ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: હું જે દેશ તમને આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો ત્યારે પ્રભુના માનમાં દર સાતમે વર્ષ તમારે જમીનને પૂરો આરામ આપવો અને તેમાં કોઈ જાતની ખેતી કરવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું ઇઝરાયલી લોકોને આ કહે કે, ‘જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવાહ માટે વિશ્રામવાર પાળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:2
14 Iomraidhean Croise  

એટલે યર્મિયાના મુખથી [બોલાયેલું] યહોવાનું વચન પૂરું થવા માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી; કારણ કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો તેટલો વિશ્રામ [દેશે] પાળ્યો.


આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.


અને છ વરસ તું તારા ખેતરમાં વાવેતર કર, ને તેની ઊપજ ભેગી કર;


તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


મેં મારી મહાન શક્તિથી તથા મારા લાંબા કરેલા ભુજથી પૃથ્‌વીને, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્ન કર્યાં; અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું.


“કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં અવો, ત્યાર પછી તમારા વતનના દેશના કોઈ ઘરમાં હું કોઢનો રોગ દાખલ કરું,


તે તમારે માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ થાય, ને તમારે આત્મકષ્ટ કરવું. એ માસને નવમે દિવસે સાંજથી તે બીજી સાંજ સુધી તમારે તમારો સાબ્બાથ પાળવો.”


અને યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને કહ્યું,


છ વર્ષ તારે તારા ખેતરમાં વાવવું, ને છ વર્ષ તારે તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી. ને તેની ઊપજનો સંગ્રહ કરવો;


“આ અબારીમ પર્વતોમાં નબો પહાડ જે મોઆબ દેશમાં યરીખોની સામે છે, તે પર તું ચઢ; અને જે કનાન દેશ હું ઇઝરાયલી લોકોને વતન તરીકે આપું છું તે જો.


જ્યારે પરાત્પર યહોવાએ દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં છોકરંની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી.


અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે આ છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.”


Lean sinn:

Sanasan


Sanasan