Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને તમે ધરાતાં સુધી ખાશો, ને તેમાં સહીસલામત રહેશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 જમીન તમારે માટે મબલક પાક ઉતારશે અને તમને જોઈએ તેટલું ખાવા મળશે તથા તમે સલામત રહેશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ભૂમિ મબલખ પાક આપશે અને તમે ધરાતાં સુધી ખાશો તેમ જ તમે સુરક્ષિત રહેશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જો તમે નિયમોને આધીન થશો તો ભૂમિ મબલખ પાક આપશે તેથી તમે સુરક્ષિત રહેશો અને તૃપ્ત થશો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:19
17 Iomraidhean Croise  

તેથી જેમ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે પુત્રને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ઘર બાંધશે, ’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઇરાદો રાખું છું.


પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; ઈશ્વર, હા, આપણા ઈશ્વર, આપણને આશીર્વાદ આપશે.


વળી યહોવા કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઊપજ આપશે.


પણ જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”


જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;


જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે, અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે. તે દિવસે તારાં ઢોર મોટા બીડમાં ચરશે.


હું તમારા વૃક્ષોનાં ફળ તથા ખેતરની ઊપજ એવી રીતે વધારી દઈશ કે ફરીથી તમને કદી પણ પ્રજાઓમાં દુકાળ વિષે મહેણું મારવામાં આવશે નહિ.


ખળીઓ ઘઉંથી ભરાઈ જશે, ને કુંડોમાંથી દ્રાક્ષારસ તથા તેલ ઊભરાઈ જશે.


તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, ને તમારા ઈશ્વર યહોવા, જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે તેમના નામની તમે સ્તુતિ કરશો. અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.


માટે તમે મારા વિધિઓ પાળો, ને મારા હુકમો પાળીને તેમનો અમલ કરો. અને તમે દેશમાં સહીસલામત રહેશો.


અને જો તમે કહો કે, જો, સાતમે વર્ષે અમે વાવીએ નહિ ને અમારી ઊપજનો સંગ્રહ કરીએ નહિ, ત્યારે અમે [તે વર્ષે] શું ખાઈએ?


તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે. તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે.


અને તમારી કાપણી દ્રાક્ષોની તોડણી વાવવાના વખત સુધી પહોંચશે, અને ધરાતાં સુધી તમે તમારી રોટલી ખાશો, ને તમારા દેશમાં સહીસલામત વસશો.


અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, ને તમે સૂઈ જશો, ને કોઈ તમને બિવડાવશે નહિ, અને હું દેશમાંથી હિંસક પશુઓને નષ્ટ કરીશ, ને તરવાર તમારા દેશમાં ચાલશે નહિ.


પણ જ્યારે તમે યર્દનની પાર જઈને જે દેશનો વારસો યહોવા તમારા ઈશ્વર તમને આપવાના છે તેમાં વસો, ને તે તમારા સર્વ શત્રુઓથી તમને ચારે તરફ એવી નિરાંત આપે કે તમે સહીસલામત રહો;


Lean sinn:

Sanasan


Sanasan