Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 24:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરીરૂપ થાય, એટલે યહોવાને માટે હોમયજ્ઞ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તે બન્ને થપ્પી પર તમારે શુદ્ધ લોબાન મૂકવો, એ સારુ કે રોટલીને સારુ તે યાદગીરીરૂપ થાય. અને યહોવાહને સારુ હોમયજ્ઞ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તે બંને થપ્પી પર તમાંરે શુદ્ધ લોબાન મૂકવો, આથી યહોવાને પોતાની સમક્ષ અગ્નિ આહુતીનું અર્પણ યાદ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 24:7
17 Iomraidhean Croise  

અને ધનુષ્ય વાદળમાં થશે; અને ઈશ્વર તથા પૃથ્વીનાં સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્‍ચે, જે સર્વકાળનો કરાર છે તે સંભારવાને હું ધનુષ્યની સામે જોઈશ.”


અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે, એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે; કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યા છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ વાત યાદગીરીને માટે પુસ્તકમાં લખ, ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ. કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ.”


ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.


તારાં દહનીયાર્પણોનાં ઘેટાં તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો મૂક્યો નથી, અને ધૂપ માગીને તને કાયર કર્યો નથી.


અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે.


અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.


અને યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢી લઈને વેદી પર તેનું દહન કરે; તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.


ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.


જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને માટે [હું આપીશ.]


તે બોલ્યો, ‘કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.


ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું, પ્રભુ, શું છે?” પ્રભુએ તેને કહ્યું, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યાં છે.


કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે [પોતાના] વહાલા [પુત્ર] માં આપણને મફત આપી.


માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan