Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને પહેલે દિવસે સુંદર વૃક્ષોનાં ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોનાં પાંખડાં તથા નાળાના વેલાઓ લઈને, તમારે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ સાત દિવસ સુધી ઉત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 તે દિવસે તમારા ફળની ઉત્તમ પેદાશ, ખજૂરીની ડાળીઓ, લીલાંછમ પાંદડા અને ડાળીઓ એકઠી કરી તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ એ દિવસે આનંદોત્સવ કરવો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પ્રથમ દિવસે તમારે વૃક્ષોના ઉત્તમ ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોના ડાળખાં અને નાળાંના વેલાઓ લઈને તમારે યહોવાહ તમારા ઈશ્વરની સંમુખ સાત દિવસ સુધી ઉત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પ્રથમ દિવસે તમાંરે તાડનાં પાંદડાં અને ખાસફળો અને સુદંર વૃક્ષોની ડાળીઓ ભેગી કરવી અને સાત દિવસ સુધી તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદોત્સવ ઊજવવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:40
19 Iomraidhean Croise  

અને ત્યાંનાં વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી.


ન્યાયી માણસ તાડની જેમ વધશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.


યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.


તેઓ પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ, તથા નાળાં પાસે ઊગી નીકળતા વેલાની જેમ, ઊગી નીકળશે.


યરુશાલેમ પર પ્રેમ કરનારા, તમે સર્વ તેની સાથે હરખાઓ, ને તેને લીધે આનંદ કરો. તેને લીધે શોક કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ;


તેમ છતાં સાતમા માસને પંદરમે દિવસે, જમીનની ઊપજનો સંગ્રહ કરી રહ્યા પછી, તમારે યહોવાને માટે સાત દિવસ સુધી પર્વ પાળવું. પહેલે દિવસે પવિત્ર વિશ્રામ થાય.


અને તમારે યહોવાનું પર્વ વર્ષમાં સાત દિવસ સુધી પાળવું. તે વંશપરંપરા તમારે માટે હમેશનો વિધિ છે. સાતમા માસમાં તમારે તે પર્વ પાળવું.


અને લોકોમાંના ઘણાખરાએ પોતાનાં વસ્‍ત્ર રસ્તામાં પાથર્યાં, ને બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.


ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું, “હોસાન્‍ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તેમને ધન્ય છે!”


તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.


એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.


અને તમારે તથા તમારા દીકરાઓએ તથા તમારી દીકરીઓએ, તથા તમારા દાસોએ તથા તમારી દાસીઓએ, તથા લેવી કે જેને તારી સાથે હિસ્સો કે વારસો મળેલો નહિ હોવાથી તારા દરવાજાથી અંદર રહેતો હોય તેણે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો.


અને ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ [કામો] માં યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.


કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.


પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan