Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવાનાં મુક્કર પર્વો, એટલે પવિત્ર મેળાવડા કે જે વિષે ઠરાવેલે સમયે તમારે જાહેરાત કરવી તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 “તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પ્રતિવર્ષ યહોવાહના જે ઉત્સવો ઊજવવાના, મેળાવડા કરવા માટે ઢંઢેરો પિટાવવાના આ પવિત્ર ઉત્સવો છે તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:4
9 Iomraidhean Croise  

“તેથી યરુશાલેમમાં ઢંઢેરો પિટાવીને એવું જાહેર કરવું કે ‘તમે સર્વ બહાર નીકળીને ડુંગર ઉપર જાઓ, અને લેખ પ્રમાણે માંડવા કરવા માટે જૈતવૃક્ષની, દેવાદારની મેંદીની, ખજૂરીની તથા ઘટાદાર ઝાડની ડાળીઓ લઈ આવો.’”


અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


વર્ષમાં તું મારે માટે ત્રણ વાર પર્વ પાળ.


અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર! એક પછી એક વર્ષ વીતી જાઓ; વારાફરતી પર્વ આવ્યાં કરો.


વળી તકરારની બાબતમાં તેઓ ન્યાય કરવા ઊભા રહે, મારા કનૂનો પ્રમાણે તેઓ તેનો ન્યાયકરે, અને મારાં સર્વ મુકરર પર્વોમાં તેઓ મારા નિયમો તથા મારા વિધિઓ પાળે; અને મારા સાબ્બાથોને તેઓ પવિત્ર માને.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, યહોવાનાં જે મુક્કર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની જાહેરાત તમારે કરવી તે મારાં મુક્‍કર પર્વો આ છે.


અને એ જ દિવસે તમારે જાહેરાત કરવી. તમારે પવિત્ર મેળાવડો કરવો, તમારે કોઈ સંસારી કામ ન કરવું; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ છે.


એ યહોવાનાં મુકરર પર્વો છે, તેઓ વિષે તમારે એવી જાહેરાત કરવી કે, તેઓ પવિત્ર મેળાવડા છે કે જેમાં તેઓ યહોવાને માટે હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ, યજ્ઞ તથા પેયાર્પણો પ્રત્યેકને માટે ઠરાવેલા દિવસે ચઢાવે.


જુઓ, વધામણી લાવનારનાં, શાંતિના સમાચાર આપનારનાં પગલાં પર્વતો પર [દેખાય છે] ! હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર; કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહિ; તેનું નિકંદન થયું છે.


Lean sinn:

Sanasan


Sanasan