Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 “પરંતુ આ સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ છે; એ [દિવસે] તમારે પવિત્ર મેળાવડો કરવો, ને તમારે આત્મકષ્ટ કરવું; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 “સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ર્વિતનો દિવસ છે. તે દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું, ઉપવાસ કરવો અને પ્રભુને અગ્નિબલિ ચઢાવવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 “સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 “સાતમાં મહિનાનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:27
19 Iomraidhean Croise  

તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસની જાહેરાત કરી કે, અમારા ઈશ્વરની આગળ દીન થઈને અમારે પોતાને માટે, અમારાં બાળકોને માટે તથા અમારી સર્વ માલમિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.


પણ તેઓ માંદા પડ્યા હતા ત્યારે તો હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુ:ખી કરતો; અને મારી પ્રાર્થના મારા હ્રદયમાં પાછી આવતી હતી.


અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”


હું જે ઉપવાસ પસંદ કરું છું [તે આવો હોય] ? જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય? પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું, ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું-શું આને તમે ઉપવાસ ને યહોવાનો માન્ય દિવસ કહેશો?


અને પાપાર્થાર્પણનો બળદ પોતાને માટે હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને માટે હોય તેને તે કાપે.


અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે.


અને ઇઝરાયલી લોકોની અશુદ્ધતાના કારણથી તથા તેઓનાં ઉલ્લંઘનોના એટલે તેઓનાં સર્વ પાપના કારણથી પવિત્રસ્થાનને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને મુલાકાતમંડપ જે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહે છે, તેને માટે પણ તે તેમ જ કરે.


અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્‍ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહનીયાર્પણ તથા લોકો દહનીયાર્પણ ચઢાવીને પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને તે દિવસે તમે કંઈ પણ [સંસારી] કામ ન કરો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવાને તે પ્રાયશ્ચિત્તનો દિવસ છે.


તે વખતે સાતમા માસને દશમે દિવસે તારે મોટે અવાજે બધે રણશિંગડું વગડાવવું; પ્રાયશ્ચિત્તને દિવસે તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું. તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


વખત ઘણો ગયો હતો, અને હવે સફર કરવી એ જોખમ ભરેલું હતું, (કેમ કે ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો), ત્યારે પાઉલે તેઓને ચેતવણી આપીને કહ્યું,


તમે ઉદાસ થાઓ, ને શોક કરો, ને રડો. તમને હાસ્યને બદલે શોક તથા આનંદને બદલે ખેદ થાય.


Lean sinn:

Sanasan


Sanasan