Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 23:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 “ઇઝરાયલીઓને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં આવ્યા પછી તમે તેની ફસલ કાપો, ત્યારે તમારી ફસલના પ્રથમ ફળની પૂળી તમારે યાજક પાસે લાવવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 “ઇઝરાયલીઓને કહે કે, ‘જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે જાઓ અને પાક લણો ત્યારે તમારે પહેલા પાકની પ્રથમ ફળની પૂળી તમારે યાજક પાસે લાવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “ઇસ્રાએલીઓને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો ત્યારે તમાંરે પહેલા પાકનો પહેલો દાણાનો પૂળો તમાંરે સાબ્બાથના પછીના દિવસે યાજક પાસે લઈને આવવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 23:10
22 Iomraidhean Croise  

તારી ઊપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતાં ઢીલ ન કર. તારો જયેષ્ઠ પુત્ર મને આપ.


વળી ખેતરમાં વાવેલામાંથી લઈને તારી મહેનતના પ્રથમ ફળનું, એટલે કાપણીનું પર્વ પાળ; અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહપર્વ પાળ.


તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.


અને તું સપ્તાહોનું પર્વ, એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું, તથા વર્ષને આખરે સંગ્રહનું પર્વ પાળ.


તારી જમીનનું પહેલું પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં ન બાફીશ નહિ.”


સર્વ વસ્તુઓનાં પ્રથમ ફળોમાંનું સહુંથી શ્રેષ્ઠ તથા દરેક વસ્તુનું અર્પણ, તમારા સર્વ અર્પણોમાંથી, યાજકોના જ ખપમાં આવે. તમારા લોટના લોંદાનો પણ પ્રથમ ભાગ તમારે યાજકને આપવો, એ માટે કે તારા ઘર પર આશીર્વાદ રહે.


“કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં અવો, ત્યાર પછી તમારા વતનના દેશના કોઈ ઘરમાં હું કોઢનો રોગ દાખલ કરું,


અને તે તે પૂળીની યહોવા આગળ આરતી ઉતારે, એ સારુ કે એ તમારે માટે માન્ય થાય. સાબ્બાથને બીજે દિવસે યાજક તેની આરતી ઉતારે.


તમારાં મકાનોમાંથી બે દશાંશ [એફાહ] ની આરતીની બે રોટલી તમારે લાવવી; તેઓ યહોવાને માટે પ્રથમ ફળ [ના અર્પણ] ને માટે મેંદાની તથા ખમીર સહિત પકાવેલી હોય.


અને યહોવાએ મૂસાને કહ્યું,


“ઇઝરાયલી લોકોને કહે કે, તમારા રહેઠાણનો જે દેશ હું તમને આપું છું તેમાં જયારે તમે આવીને,


અને પ્રથમ ફળને દિવસે, એટલે જ્યારે તમારા સપ્તાહના [પર્વમાં] તમે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ ન કરો.


વળી જો પ્રથમ ફળ પવિત્ર છે, તો [આખો] લોંદો પણ પવિત્ર છે. અને જો જડ પવિત્ર છે, તો ડાળીઓ પણ પવિત્ર છે.


તું તારે માટે સાત અઠવાડિયાં ગણ, એટલે તું પાકેલા અનાજને દાતરડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું સાત અઠવાડિયાં ગણ


તેમણે પોતાની ઇચ્છાથી સત્યના વચનદ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમનાં ઉત્પન્‍ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.


અને કોશ ઊંચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા, ને કોશ ઊંચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા, (કેમ કે કાપણીની આખી ઋતુઓ યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી, )


સ્‍ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જયાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.


એમ નાઓમી તથા તેની સાથે મોઆબ દેશમાંથી આવેલી તેની પુત્રવધૂ રૂથ મોઆબણ પાછી આવી; અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેહેમમાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan