Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 માટે તેઓ મારું ફરમાન માને, રખેને તેને લીધે તેઓને માથે દોષ આવે, ને તેને વટાળીને તેઓ મરે; તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “દરેક યજ્ઞકારે મેં આપેલા નિયમોનું પાલન કરવાનું છે; નહિ તો તેઓ પવિત્ર નિયમોનો ભંગ કર્યાને લીધે દોષિત ઠરીને માર્યા જશે. હું પ્રભુ છું અને હું તેમને પવિત્ર બનાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તું યાજકોને કહે કે યાજકોએ મારા નિયમોનું પાલન કરવું: નહિ તો તેઓને પાપ લાગશે અને મારા નિયમોની અવગણના કરવા બદલ તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર યહોવાહ હું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “તું યાજકોને ચેતવણી આપ કે યાજકોએ માંરા નિયમોનું પાલન કરવું: નહિ તો તેમને પાપ લાગશે, અને માંરા નિયમોનો ભંગ કરવા તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 22:9
10 Iomraidhean Croise  

અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.


અને તે ધૂપને યહોવાની સમક્ષ પેલા અગ્નિ પર તે નાખે. ને તેથી કરારકોશ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.


એ માટે તમે મારા ફરમાનનો અમલ કરો, એ માટે કે તમારી પહેલાં જે અમંગળ રિવાજો પળાતા હતા, તેઓમાંનો કોઈ પણ તમે ન પાળો, ને તેઓ વડે પોતાને અશુદ્ધ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.


અને તેમ તેઓ તેમની પવિત્ર વસ્તુઓ ખાઇને પોતાને માથે દુષ્ટતાનો ગુનો ન લાવે; કેમ કે હું તેઓને શુદ્ધ કરનાર યહોવા છું.”


અને હવેથી ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની પાસે ન આવે, રખેને તેમને માથે દોષ બેસે, ને તેઓ માર્યા જાય.


અને તમે તેમાંથી તેના ઉત્તમ ભાગનું ઉચ્છાલીયાર્પણ કરો, ત્યાર પછી તેના કારણથી તમને દોષ નહિ લાગે. અને તમે ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓને ન વટાળો, રખેને તમે માર્યા જાઓ.”


ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું તે કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું મંદિર?


એ માટે તું યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખ, ને તેમનું ફરમાન તથા તેમના વિધિઓ તથા તેમના હુકમો તથા તેમની આજ્ઞાઓ સર્વદા પાળ.


Lean sinn:

Sanasan


Sanasan