Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 22:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “હારુનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલી લોકોને એમ કહે કે, ઇઝરાયલના ઘરનો અથવા ઇઝરાયલ મધ્યે વસતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનું અર્પણ ચઢાવે, પછી તે તેમની કોઈ માનતાને લીધે હોય કે તેમના કોઈ ઐચ્છિકાર્પણને લીધે હોય, પણ તેઓ તેને યહોવાની આગળ દહનીયાર્પણ તરીકે ચઢાવે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 “તું હારુનને અને તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલના લોકોને કહે કે જો કોઈ ઇઝરાયલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી પોતે લીધેલા સંકલ્પો પૂરા કરવા માટે કે ઐચ્છિકાર્પણ માટે યહોવાહની આગળ દહનીયાર્પણ ચઢાવે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “તું હારુનને અને તેના પુત્રોને તથા તમાંમ ઇસ્રાએલીઓને કહે કે જો કોઈ ઇસ્રાએલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી માંનતા પૂરી કરવા માંટે દહનાર્પણ તરીકે યહોવાને ઢોર કે ઘેટાં બકરાંની આહુતિ ચઢાવે,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 22:18
29 Iomraidhean Croise  

લેવી યિમ્નાનો પુત્ર કોરે, પૂર્વ [દિશાના દરવાજા] નો દ્વારપાળ, યહોવાના અર્પણો તથા પરમપવિત્ર વસ્તું વહેંચી આપવા માટે, ઈશ્વરના ઐચ્છિકાર્પણો પર [કારભારી] હતો.


યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ.


યહોવાની આગળ મેં જે માનતાઓ [લીધી છે તે] હું તેમના સર્વ લોકોની સમક્ષ પાળીશ.


તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ.


હે ઈશ્વર, મેં તમારી માનતાઓ લીધી છે; હું તમને સ્તુત્યાર્પણો ચઢાવીશ.


કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; તમારા ભક્તોને તમે વારસો આપ્યો છે.


તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને માટે હું સદા તમારા નામનું સ્તવન કરીશ.


હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે.


દહનીયાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ; હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ;


હલવાન એબરહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરાંમાંથી લેવો;


જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર; કેમ કે મૂર્ખો પર તે રાજી નથી; તારી માનતા ઉપાર.


અને જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે ઘેટાંમાંથી કે બકરામાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જયારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાનું, એટલે ઢોરમાંનું તથા ઘેટાંબકરાંમાં ચઢાવવું.


અને ઇઝરાયલના ઘરમાંનો અથવા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ.


અને ઇઝરાયલી લોકોમાંથી અથવા તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંથી જે કોઈ માણસ ખવાય એવા પશુની કે પક્ષીની પાછળ લાગીને તેને પકડે, તેણે તેનું રક્ત પાડીને તેને ધૂળથી ઢાંકી દેવું.


અને યહોવાએ મૂસાએ કહ્યું,


યહોવાના સાબ્બાથો ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાને અર્પો છો તે ઉપરાંત [એ છે].


પણ જો તેનું યજ્ઞપર્ણ એ કોઈ માનતા કે ઐચ્છિકાપર્ણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે તે ખાય; અને તેમાંનું બાકી રહેલું તે બીજે દિવસે ખાય.


ખમીરવાળી વસ્તુનું આભારાર્થાર્પણ ચઢાવો, ને ઐચ્છોકાર્પણોનો ઢંઢેરો પિટાવીને તેમની જાહેર ખબર આપો.” કેમ કે પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલ લોકો, એવું તમને ગમે છે.


ત્યારે તે માણસોને યહોવાનો અતિશય ડર લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું, ને માનતાઓ લીધી.


પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”


જુઓ, વધામણી લાવનારનાં, શાંતિના સમાચાર આપનારનાં પગલાં પર્વતો પર [દેખાય છે] ! હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર; કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહિ; તેનું નિકંદન થયું છે.


પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાઓ, કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું મહાન રાજા છું, ને મારું નામ વિદેશીઓમાં ભયપાત્ર છે.”


માનતા પૂરી કરવાને, અથવા ઐચ્છિકાર્પણ તરીકે, અથવા તમારાં ઠરાવેલઅં પર્વોમાં, યહોવાને માટે સુવાસ કરવા માટે ઢોરઢાંકનો કે ઘેટાંબકરાંનો હોમયજ્ઞ, દહનીયાર્પણ અથવા ય ચઢાવો,


ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને તે સિરિયા જવા ઊપડ્યો. [તે પહેલાં] તેણે કેંખ્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધેલી હતી.


તારા ધાન્યનો કે તારા દ્રાક્ષારસોનો કે તારા તેલનો દશાંશ અથવા તારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમજનિત અથવા તારી લીધેલી કોઈ પણ માનતા, અથવા તારાં ઐચ્છિકાર્પણો, અથવા તારા હાથના ઉચ્છાલીયાર્પણો, એ સર્વ તારાં રહેઠાણોમાં ખાવાની તને રજા નથી.


અને ત્યાં તમારે તમારાં દહનીયાર્પણો તથા તમારા યજ્ઞ તથા તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તથા તમારી માનતાઓ, તથા તમારાં ઐચ્છિકાર્પણો, તથા તમારાં ઢોરઢાંકના તથા તમારાં ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચા લાવવાં.


અને તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે અઠવાડીયાનું પર્વ પાળ, અને યહોવા તારા ઈશ્વરે આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારા હાથના ઐચ્છિકાર્પણની ભેટ તું તેમને આપ.


Lean sinn:

Sanasan


Sanasan