લેવીય 22:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ જો કોઈ યાજકની દીકરી વિધવા હોય, કે છૂટાછેડા પામેલી હોય, ને તેને ફરજંદ ન હોય, ને પોતાના પિતાના ઘરમાં પાછી આવી હોય, તો જેમ જુવાનીમાં તે ખાતી હતી તેમ તે પોતાના પિતાના ખોરાકમાંથી ખાય; પણ કોઈ પારકો તેમાંથી ખાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પરંતુ તે વિધવા થઈ હોય કે લગ્નવિચ્છેદ કર્યો હોય અને નિ:સંતાન હોય અને પોતાના પિતાના ઘરમાં આશ્રિત તરીકે પાછી રહેવા આવી હોય તો પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે; પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિએ તે ખાવાનું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ જો યાજકની દીકરી વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય, તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના કુટુંબમાં પાછી આવી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનું ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના કુટુંબમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 “પણ જો તે વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય અને તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના પરિવારમાં પાછી ફરી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનુ ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના પરિવારમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ. Faic an caibideil |