Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જો કોઈ યાજકની દીકરી વેશ્યાનો ધંધો કરીને પોતાને વટાળે, તો તે પોતાના પિતાને વટાળે છે; તેને આગથી બાળી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 જો કોઈ યજ્ઞકારની પુત્રી વેશ્યા બને તો તેથી તે પોતાના પિતાને કલંક લગાડે છે; તેને અગ્નિમાં બાળી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “જો કોઈ યાજકની પુત્રી વારાંગના થઈ જાય તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને બાળી મૂકવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:9
16 Iomraidhean Croise  

અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”


માટે તમે વિશ્રામવાર પાળો; કેમ કે તે તમારે માટે પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય; કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે, તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય.


સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે; અધર્મિઓને ધ્રૂજારી ચઢી છે. “આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?


વૃદ્ધ પુરુષોને, જુવાનોને તથા યુવતીઓને, ને નાનાં બાળકોને તથા સ્ત્રીઓને સંહારીને તેમનો નાશ કરો. પણ જે માણસ [ના કપાળ] પર ચિહ્‍ન હોય તેની નજીક તમે જતા નહિ. તમે મારા પવિત્રસ્થાનથી માંડીને શરૂઆત કરો.” ત્યારે તેઓએ [યહોવાના] મંદિર આગાળ જે વડીલો હતા તેમનાથી શરૂઆત કરી.


તું પોતાની દીકરીને વેશ્યા બનાવીને ભ્રષ્ટ ન કર; રખેને દેશ લંપટ બની જાય, ને દેશ દુષ્ટતાતી ભરપૂર થાય.


અને જો કોઈ પુરુષ કોઈ સ્‍ત્રીને તથા તેની માને પરણે, તો એ દુષ્ટતા છે. તે પુરુષને તથા તે સ્‍ત્રીઓને અગ્નિમાં બાળી નાખવાં; એ માટે કે તમારી મધ્યે કંઈ પણ દુષ્ટતા રહે નહિ.


જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.


તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે, અને તેના નગરના પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. કેમ કે તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે. એવી રીતે તારે તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કરવી.


જે માણસ નિર્દોષ હોય, એક જ સ્‍ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, અને જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવાં હોય, ને જેઓ ઉદ્ધત ન હોય [એવા માણસને ઠરાવવો].


અને એમ થાય કે જેની પાસેથી શાપિત વસ્તુ મળી આવે તેને ને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ કે તેણે યહોવાના કરારનું ઉલ્લંઘન કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે.”


અને યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલે તેને પથ્થરે માર્યો; અને તેઓએ તેઓને અગ્નિમાં બાળ્યાં ને પથ્થરે માર્યા;


અને એ જુવાનોનું પાપ યહોવાની દષ્ટિમાં ઘણું મોટું હતું; કેમ કે એ માણસો યહોવાના અર્પણને ધિક્કારતા હતા.


અને આ તારે માટે ચિહ્નરૂપ થશે, જે તારા બે દીકરા હોફની તથા ફીનહાસ પર આવશે; એટલે કે તે બન્‍ને એક જ દિવસે મરણ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan