Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર [લોક] થાય, ને પોતાના ઈશ્વરનું નામ વટાળે નહિ; કેમ કે તેઓ યહોવાના હોમયજ્ઞ, એટલે પોતાના ઈશ્વરની રોટલી, ચઢાવે છે; એ માટે તેઓ પવિત્ર થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:6
20 Iomraidhean Croise  

મેં તેઓને કહ્યું, “તમે યહોવાને માટે પવિત્ર છો, આ પાત્રો પવિત્ર છે; આ સોનુંરૂપું તમારા પિતૃઓના ઈશ્વર યહોવાને માટે ઐચ્છિકાર્પણ છે.


અને વળી જે યાજકો યહોવાની હજૂરમાં આવે, તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે.”


અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.


અને હું મુલાકાતમંડપને તથા વેદીને પવિત્ર કરીશ. વળી મારી આગળ યાજકપદ બજાવવા માટે હું હારુનને તથા તેના દીકરાઓને પવિત્ર કરીશ.


જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


તે કર્મ એ છે કે રોટલી, મેદ તથા રક્ત ચઢાવતી વખતે, તમે મને તથા શરીરે પણ બેસુન્નત એવા પારકાઓને મારા પવિત્રસ્થાનની અંદર લાવીને તેને, હા, મારા મંદિરને ભ્રષ્ટ કર્યું છે, ને તમે મારો કરાર તોડીને તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં [વધારો કર્યો છે]


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેખને સ્વાધીન ન કર, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.


અને તમે મારે નામે જૂઠા સોગન ન ખાઓ, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.


હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ; કારણ કે તેણે પોતાનાં સંતાનમાંથી મોલેખને અર્પીને મારા પવિત્ર નામને કલંક લગાડયું છે.


“હારુનને એમ કહે કે, વંશપરંપરા તારા સંતાનમાં જે કોઈ ખોડવાળો હોય તે પોતાના ઈશ્વરની રોટલી ચઢાવવા [વેદીની] પાસે આવે નહિ.


હારુન યાજકના સંતાનમાં એવી ખોડવાળો કોઈ પણ પુરુષ યહોવાના હોમયજ્ઞ ચઢાવવા પાસે આવે નહિ; તેને ખોડ છે; તે પોતાના ઈશ્વરની રોટલી ચઢાવવા પાસે આવે નહિ.


પણ ફકત પડદાની પેલી પર તે ન જાય, ને વેદીની નજીક ન આવે, કેમ કે તેને ખોડ છે; રખેને તે મારા પવિત્રસ્થાનને વટાળે; કેમ કે તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું.”


માટે તું તેને શુદ્ધ કર; કેમ કે તે તારા ઈશ્વરની રોટલી ચઢાવે છે, તે તારે માટે શુદ્ધ હોય; કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું.


અને યાજક વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.


અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું, “કોણ તેના છે, ને કોણ પવિત્ર છે, ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે, તે યહોવા કાલે બતાવશે. જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે.


ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્‍ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


Lean sinn:

Sanasan


Sanasan