Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢી લઈને વેદી પર તેનું દહન કરે; તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 યજ્ઞકારે તેમાંથી પ્રતીકરૂપે થોડું લઈ તેનું ધાન્ય અર્પણ તરીકે વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને પછી યાજક તેમાંથી પ્રતીકરૂપે થોડો ભાગ લઈ ખાદ્યાર્પણ તરીકે વેદીમાંના અગ્નિમાં હોમશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:9
19 Iomraidhean Croise  

અને તું આખા ઘેટાનું વેદી પર દહન કર; તે યહોવાને માટે દહનીયાર્પણ છે; તે સુવાસને અર્થે યહોવાને માટે હોમયજ્ઞ છે.


તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.


પણ તેનાં આતરડાં તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


અને યાજક યાદગીરીને માટે તે પોંકમાંથી થોડો પોંક તથા તે તેલમાંથી થોડું તેલ તથા તે પરનો બધો લોબાન લઈને તેઓનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞ છે.


અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.


અને એવી વસ્તુઓનું બનેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું, અને તે યાજક આગળ રજૂ કરવું, ને તે તેને વેદી પાસે લાવે.


અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરીરૂપ થાય, એટલે યહોવાને માટે હોમયજ્ઞ થાય.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને તે તેને યાજક પાસે લાવે, ને યાજક યાદગીરી દાખલ તેમાંથી ખોબાભર લઈને વેદી પર યહોવાના હોમયજ્ઞ ઉપર તેનું દહન કરે:તે પાપાર્થાર્પણ છે.


અને તે એમાંથી એક ખોબાભર ખાદ્યાર્પણનો મેંદો તથા તેનું તેલ, અને ખાદ્યાર્પણનો બધો લોબાન લીને યાદગીરી દાખલ, યહોવાને માટે સુવાસને અર્થે વેદી ઉપર તેનું દહન કરે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


અને યાજક તે ખાદ્યાર્પણમાંથી તેની યાદગીરી તરીકે એક ખોબાભર લે, ને વેદી પર તેનું દહન કરે, ને પછી સ્‍ત્રીને તે પાણી પીવડાવ.


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં [આ પત્ર] તમારા પર લખ્યો છે.


અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.


પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.


Lean sinn:

Sanasan


Sanasan