Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેંદાની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 “જો ધાન્ય અર્પણ ભઠ્ઠીમાં પકાવેલી રોટલીનું હોય તો તેમાં ખમીર નાખવું નહિ. એ લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવેલી ભાખરી હોય કે તેલ ચોપડેલા ખાખરા હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર રોટલીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:4
21 Iomraidhean Croise  

મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.


અને તેઓ તે જ રાત્રે તે માંસ અગ્નિમાં શેકીને બેખમીર રોટલી સાથે ખાય; તેઓ તે કડવી ભાજી સાથે ખાય.


અને ઇઝરાયલી લોકોએ તેનું નામ માન્‍ના પાડયું:તે ધાણાના દાણા જેવું શ્વેત હતું. અને તેનો સ્વાદ મધ લગાડેલી પોળીના જેવો હતો.


તથા બેખમીર રોટલી તથા તેલમાં મોહેલી બેખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા બેખમીર પાપડ લે; તે તું ઘઉંના મેંદાનાં બનાવ.


જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે; તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


તેણે મને કહ્યું, “આ સ્થળે તો યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે, ને ત્યાં તેઓ ખાદ્યાર્પણ પકાવે, રખેને તેઓ તેમને બહારના આંગણામાં લાવીને લોકોને પાવન કરે.”


અને તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાની સમક્ષ કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદી પર ચારે બાજુએ છાંટે.


અને મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા પુત્રો એટલે એલાઝારને તથા ઇથામારને કહ્યું, “યહોવાના હોમયજ્ઞમાંનું બાકી રહેલું ખાદ્યાર્પણ લો, ને વેદી પાસે ખમીર વિના તે ખાઓ; કેમ કે તે પરમપવિત્ર છે.


તેને ખમીર સહિત પકાવવું નહિ. મેં મારા હોમયજ્ઞમાંથી તે તેઓને તેઓના હિસ્સા દાખલ આપ્યું છે; પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.


જો આભારસ્તુતિને અર્થે તે તે ચઢાવે, તો તે આભારાર્થાર્પણની સાથે તેલમાં મોહેલી ખમીર વગરની પોળીઓ, તથા તેલ લગાડેલા ખમીર વગરના ખાખરા, તથા [તેલમાં] બોળેલા મેંદાની તેલે મોહેલી પોળીઓ ચઢાવે.


ને બેખમીર રોટલીની એક ટોપલી, તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલ લગાડેલા બેખમીર ખાખરા, તથા તેઓનું ખાદ્યાર્પણ, તથા તેઓનાં પેયાર્પણ.


તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”


હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.


કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા.


વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે.


એ માટે સર્વ દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ તથા બધા પ્રકારની નિંદા દૂર કરીને,


તેમણે કંઈ પાપ કર્યું નહિ, અને તેમના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડયું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan