Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે કોઈ માણસ પ્રભુને ધાન્ય અર્પણ ચડાવે તો તે ઝીણા લોટનું હોવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે કોઈ વ્યક્તિ યહોવાહને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય અને તે તેના પર તેલ રેડે અને તેના પર ધૂપ મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:1
31 Iomraidhean Croise  

તથા બેખમીર રોટલી તથા તેલમાં મોહેલી બેખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા બેખમીર પાપડ લે; તે તું ઘઉંના મેંદાનાં બનાવ.


તારાં દહનીયાર્પણોનાં ઘેટાં તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો મૂક્યો નથી, અને ધૂપ માગીને તને કાયર કર્યો નથી.


યહોવા કહે છે, “જેમ ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણ લાવે છે, તેમ તેઓ સર્વ પ્રજાઓમાંથી તમારા સર્વ ભાઈઓને યહોવાને માટે અર્પણ તરીકે, મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા સાંઢણીઓ પર બેસાડીને લાવશે.”


તેણે મને કહ્યું, “આ સ્થળે તો યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે, ને ત્યાં તેઓ ખાદ્યાર્પણ પકાવે, રખેને તેઓ તેમને બહારના આંગણામાં લાવીને લોકોને પાવન કરે.”


ખાદ્યાર્પણો તથા પેયાર્પણો યહોવાના મંદિરમાં બંધ પડી ગયાં છે; યહોવાના સેવક યાજકો શોક કરે છે.


કોણ જાણે, કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, ને તે પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાને માટે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ, રહેવા દે.


અને આઠમે દિવસે બે ખોડખાંપણ વગરના નર હલવાન તથા પહેલાં વર્ષની એક ખોડખાંપણ વગરની ઘેટી, તથા ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદો તથા એક માપ તેલ તે લે.


અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરીરૂપ થાય, એટલે યહોવાને માટે હોમયજ્ઞ થાય.


અને જો બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં મેળવવાં એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે. તે પર તે કંઈ તેલ ન રેડે, ને તે પર તે કંઈ લોબાન ન મૂકે; કેમ કે તે તો પાપાર્થાર્પણ છે.


અને યાજક યહોવાની સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે તેની તેને ક્ષમા કરવામાં આવશે.”


પછી તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, ને તેમાંથી એક ખોબાભર લઈને, સવારના દહનીયાર્પણ ઉપરાંત, વેદી પર તેનું દહન કર્યું.


અને શાંત્યર્પણોને માટે યહોવાની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ તથા એક ઘેટો, તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો; કેમ કે યહોવા આજે તમને દર્શન આપવાના છે.”


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


પરમપવિત્ર વસ્‍તુઓમાંનું અગ્નિથી [બચેલું] આ તને મળશે. તેઓનાં સર્વ અર્પણ, એટલે તેઓનાં સર્વ ખાદ્યાર્પણ, તેઓનાં સર્વ પાપાર્થાર્પણ, તેઓનાં સર્વ દોષાર્થાર્પણ, જે કંઈ તેઓ મને ચઢાવે તે તારે માટે તથા તારા દિકરાઓને માટે પરમપવિત્ર થાય.


અને ખાદ્યર્પણને માટે એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલા તેલથી મોહેલો.


અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો વાછરડાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].


અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ [શેકેલ] હતું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો; બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.


તેણે આ અર્પણ ચઢાવ્યું, એટલે રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ત્રીસ [શેકેલ] હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.


અને તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ, એટલે તેલે મોહેલો મેંદો લે. અને પાપાર્થાર્પણને માટે તું બીજો એક વાછરડો લે.


ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


પણ વહાલાઓ તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને,


ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો, તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજયાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે.


Lean sinn:

Sanasan


Sanasan