Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 “કોઈના વિષે મનમાં કિન્‍નાખોરી રાખવી નહિ, પણ નિખાલસતાથી તેને તેનો દોષ બતાવવો; જેથી તેને લીધે તું પાપમાં પડે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્વેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “તમાંરે તમાંરા ભાઈના વિષે મનમાં ડંખ રાખીને તેનો તિરસ્કાર કરવો નહિ, તારા પડોશીને પાપ કરે તો તેનો દોષ બતાવી ઠપકો આપવો અને તેને છોડી મૂકવો. એટલે તેનું પાપ તમાંરા માંથે આવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:17
23 Iomraidhean Croise  

અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


આબ્શાલોમે આમ્‍નોનને સારું કે નરસું કંઈ કહ્યું નહિ, કેમ કે આબ્શાલોમને આમ્‍નોન પર ક્રોધ ચઢ્યો હતો, કારણ કે તેણે તેની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો.


ત્યારે મેં યહૂદિયાના અમીરો સાથે તકરાર લઈને તેઓને કહ્યું, “તેમ આ કેવું દુષ્ટ કામ કરો છો, ને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો?


ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે [મારા] માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.


તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે;


સાવચેત રહો; જો તારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો દે. અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કર.


આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.


એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો અભિમાની થયા છો! જેણે એ કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.


ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો. અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પ્રલોભનમાં પડે.


વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.


પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.


કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા. તું જાતે શુદ્ધ રહેજે.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


આ સાક્ષી ખરી છે. તે કારણ માટે તેઓને સખત રીતે ધમકાવ


આ વાતો તું કહે, બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.


પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે, અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે.


જે કોઈ કહે છે, “હું પ્રકાશમાં છું, ” છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે હજી સુધી અંધકારમાં છે.


Lean sinn:

Sanasan


Sanasan