Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 “કોઈનું શોષણ કરવું નહિ કે તેને લૂંટી લેવો નહિ. મજૂરની મજૂરી એક રાત સુધી પણ બાકી રાખવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “તમાંરે કોઈને લૂંટવો નહિ કે કોઈનું શોષણ કરવું નહિ, ત્રાસ આપવો નહિ, મજૂરીએ રાખેલા માંણસનું મહેનતાણું સમયસર ચૂકવી દેવું. તેઓના મહેનતાણાંમાંથી તારી પાસે કાંઈ બાકી રહે તો તે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:13
29 Iomraidhean Croise  

જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે, તેનાં છોકરાંની આંખો પણ ક્ષીણ થશે.


જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વગર ખાધી હોય, અથવા તેના ધણીઓના જીવ મેં ખોવડાવ્યા હોય.


આતુરતાથી છાયો ઈચ્છનાર ચાકરની જેમ, અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ;


તું ચોરી ન કર.


જો તેને ફાડી ખાવામાં આવ્યું હોય તો તે તેને પુરાવા તરીકે રજૂ કરે; ફાડી નંખાયેલાને માટે તે નુકસાની ભરી આપે નહિ.


જો તેનો માલિક તેની સાથે હોય, તો તે નુકસાની ભરી આપે નહિ. જો તે ભાડે લાવવામાં આવ્યું હોય, તો ભાડામાં તે વળી ગયું [સમજવું].


અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા.


જો કોઈ માણસ પોતાના પડોશીને પૈસા કે મિલકત થાપણ રાખવાને સોપેં, ને તે માણસને ઘેરથી તે ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તે બમણું ભરી આપે.


વજનિયા વજનિયામાં ફેર છે, અને માપ માપમાંયે ફેર છે, એ બન્‍નેથી યહોવા સરખા કંટાળે છે.


ગરીબને ન લૂંટ, કારણ કે તે ગરીબ છે, અને ભાગળમાં પડી રહેલા દુ:ખીઓ પર જુલમ ન કર;


તારી પાસે હોય, તો તારા પડોશીને એમ ન કહે, “જા, ને ફરી આવજે, અને હું તને કાલે આપીશ.”


“જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે, જે પોતાના પડોશીની પાસે વેઠ કરાવે છે, ને તેની મજૂરી તેને આપતો નતી, તે માણસને હાય હાય!


યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.


દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે, ને લૂંટ કરી છે. હા, તેઓએ ગરીબોને તથા કંગાલોને હેરાન કર્યા છે, ને પરદેશીઓ ઉપર નાહક જુલમ ગુજાર્યો છે.


અને જો તું તારા પડોશીને કંઈ વેચે અથવા તારા પડોશીની પાસેથી કંઈ ખરીદે, તો તમારે એકબીજાનું નુકશાન કરવું નહિ,


અને તમારે એકબીજાનું નુકસાન કરવું નહિ; પણ તારે તારા ઈશ્વરનો ડર રાખવો; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.


અથવા કોઈ ખોવાયેલી વસ્તુ તેને મળી હોય તે વિષે દગો કરે, ને જૂઠા સોગન ખાય; જો કોઈ માણસ આ બધામાંથી કંઈ પણ કરીને પાપ કરે;


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે, “મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેઓનું વેતન આપ.”


તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહેદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, માબાપનું સન્માન કરવું.”


તેણે તેઓને કહ્યું, “તમારે માટે જે નીમેલું છે, તે કરતાં બળજબરીથી વધારે ન લો.”


અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામનો બદલો લેનાર છે, તે બાબત અમે અગાઉ પણ તમને કહ્યું હતું, ને પ્રમાણ આપ્યું હતું.


કેમ કે શાસ્‍ત્ર કહે છે, “પગરે ફરનાર બળદને મોઢે શીંકી ન બાંધ” અને “મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ.”


જુઓ, જે મજૂરોએ તમારાં ખેતર કાપ્યાં છે, તેઓની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે. અને કાપનારાઓની બૂમ સૈન્યોના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે.


Lean sinn:

Sanasan


Sanasan