Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 “આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “નીચે દર્શાવેલ નિયમ તમાંરે સદાય પાળવાનો છે: તમાંરે તથા તમાંરી મધ્યે વસતા વિદેશીઓએ સાતમાં મહિનાના દશમાં દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:29
28 Iomraidhean Croise  

એથાનિમ માસ, એટલે સાતમા માસમાં, ઇઝરાયલના સર્વ માણસો પર્વને વખતે સુલેમાન રાજા પાસે એકત્ર થયા.


ઇઝરાયલી લોકો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે લોકો એક દિલથી યરુશાલેમમાં એકત્ર થયા.


તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસની જાહેરાત કરી કે, અમારા ઈશ્વરની આગળ દીન થઈને અમારે પોતાને માટે, અમારાં બાળકોને માટે તથા અમારી સર્વ માલમિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.


પણ તેઓ માંદા પડ્યા હતા ત્યારે તો હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુ:ખી કરતો; અને મારી પ્રાર્થના મારા હ્રદયમાં પાછી આવતી હતી.


જ્યારે મેં રુદન કર્યું, અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ,


અને પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો, ને સાતમે દિવસે તમારે પવિત્ર મેળાવડો ભરવો. તેઓમાં કંઈ કામ ન કરવું, માત્ર પ્રત્યેક માણસને ખાવાની જરૂર હોય, તેટલું જ તમારે કરવું.


પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી;


અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”


માટે તમે વિશ્રામવાર પાળો; કેમ કે તે તમારે માટે પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય; કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે, તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય.


છ દિવસ સુધી કામ કરવામાં આવે. પણ સાતમે દિવસે યહોવાને માટે પવિત્ર એવો વિશ્રામનો સાબ્બાથ છે; જે કોઈ વિશ્રામવારે કંઈ પણ કામ કરે, તે જરૂર મારી નંખાય.


જો તું સાબ્બાથ [ને દિવસે] , મારા પવિત્ર દિવસે, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ, અને સાબ્બાથને આનંદદાયક, યહોવાના પવિત્ર [દિવસ] ને માનનીય ગણીશ, અને પોતાના માર્ગોમાં નહિ ચાલતાં તથા પોતાનો ધંધોરોજગાર નહિ કરતાં, તથા કૂથલી નહિ કરતાં, તેને માન આપીશ;


[તેઓ કહે છે કે,] ‘અમે ઉપવાસ કર્યો છે, ને તમે તે જોયું નથી, એમ કેમ? અમે અમારા આત્માને દુ:ખી કર્યો છે, ને તે તમે કેમ ધ્યાનમાં લેતા નથી!’ જુઓ તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારાં કામકાજ કરો છો, ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


હું જે ઉપવાસ પસંદ કરું છું [તે આવો હોય] ? જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય? પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું, ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું-શું આને તમે ઉપવાસ ને યહોવાનો માન્ય દિવસ કહેશો?


ત્યારે તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ; કેમ કે તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ દીન થવામાં લગાડ્યું, તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી; અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું.


આખાં ત્રણ આઠવાડિયા પૂરા થતાં સુધી મેં સ્વાદિષ્ટ ભોજન કર્યું નહોતું, તેમ જ માંસ કે દ્રાક્ષારસ મારા મુખે ચાખ્યો ન હતો, તેમ જ મેં મારે અંગે બિલકુલ તેલ ચોળ્યું નહોતું.


અને એ જ દિવસે તમારે જાહેરાત કરવી. તમારે પવિત્ર મેળાવડો કરવો, તમારે કોઈ સંસારી કામ ન કરવું; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ છે.


છ દિવસ કામ કરવું, પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ તથા પવિત્ર મેળાવડો છે; તમારે કંઈ પણ કામ ન કરવું. તમારાં સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબ્બાથ છે.


સાત દિવસ સુધી તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. આઠમે દિવસે તમારે પવિત્ર મેળવડો કરવો; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો, એ પર્વનો છેલ્લો દિવસ છે; તમારે કંઈ સંસારી કામ કરવું નહિ.


તે વખતે સાતમા માસને દશમે દિવસે તારે મોટે અવાજે બધે રણશિંગડું વગડાવવું; પ્રાયશ્ચિત્તને દિવસે તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું. તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું.


તમારી વંશપરંપરા તમારાં વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.”


અને એ જ સાતમા માસને દશમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. અને તમે આત્મકષ્ટ કરો. કોઈ પણ જાતનું કામ ન કરો.


વખત ઘણો ગયો હતો, અને હવે સફર કરવી એ જોખમ ભરેલું હતું, (કેમ કે ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો), ત્યારે પાઉલે તેઓને ચેતવણી આપીને કહ્યું,


પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો આપણો ન્યાય કરવામાં નહિ આવે.


કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં [કામો] થી [વિશ્રામ લીધો] , તેમ [ઈશ્વસ્ના] તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.


અને તેઓ મિસ્પામાં એક્ત્ર થયા, ને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે ઉપવાસ કર્યો, ને ત્યાં કહ્યું, “અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને શમુએલે મિસ્પામાં ઇઝરાયલી લોકોનો ન્યાય કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan