Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને ચેતવણી આપ કે, તેણે પરમ પવિત્રસ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના ઢાંકણ સમક્ષ ઠરાવેલા સમયે જ પ્રવેશ કરવો, નહિ તો તેનું મૃત્યુ થશે. કારણ કે તે ઢાંકણના પરના ભાગમાં વાદળરૂપે હું દર્શન દઉ છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:2
26 Iomraidhean Croise  

મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઢો સુધી, એરેજવૃક્ષનાં પાટિયાંની વીસ હાથ ભીંત બનાવી, એટલે તેણે ઈશ્વરવાણી સ્થાનને માટે એટલે પરમપવિત્રસ્થાનને માટે, અંદરની બાજુએ તે બનાવી.


યાજકો યહોવાના કરારકોશને તેની જગાએ, એટલે ઘરના ઈશ્વરવાણીસ્થાનમાં, પરમપવિત્રસ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવ્યા.


તેથી યાજકો મેઘને લીધે સેવા કરવાને ઊભા રહી શક્યા નહિ, કેમ કે યહોવાના ગૌરવથી ઈશ્વરનું મંદિર ભરાઈ ગયું હતું.


અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”


અને તે ધૂપને યહોવાની સમક્ષ પેલા અગ્નિ પર તે નાખે. ને તેથી કરારકોશ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય.


અને ઇઝરાયલી લોકોનાં બધાં પાપને લીધે તેઓને માટે વર્ષમાં એક વખત પ્રાયશ્ચિત્ત કરવું, એ તમારે માટે સદાનો વિધિ થાય.” અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ તેણે કર્યું.


“પરંતુ આ સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ છે; એ [દિવસે] તમારે પવિત્ર મેળાવડો કરવો, ને તમારે આત્મકષ્ટ કરવું; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો.


અને તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના દ્વાર પાસે રહીને યહોવાનું ફરમાન પાળવું, એ માટે કે તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “કરારની સામે હારુનની લાકડી પાછી મૂક કે, દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને માટે તે રાખી મુકાય. અને મારી વિરુદ્ધની તેઓની કચકચ નિવારવામાં આવે કે તેઓ મરે નહિ.”


અને તું તથા તારી સાથે તારા દિકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિષે તમારું યાજકપદ બજાવો; અને સેવા કરો. બક્ષિસરૂપી સેવા તરીકે તમને તમારું યાજકપદ હું આપું છું; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”


પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈને માર્યા ન જાય પણ જીવતા રહે, માટે તમે એમ કરો કે હારુન તથા તેના દિકરા અંદર પ્રવેશ કરીને તે સર્વને પોતપોતાનું કામ તથા જવાબદારી ઠરાવી આપે.


અને છાવણી ઊપડતી વખતે હારુન તથા તેના દિકરા અંદર જઈને ઓથાનો પડદો ઉતારે, ને તેને કરારકોશ ઉપર ઓઢાડે.


ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,


તે આશા આપણા આત્માને માટે લંગર સરખી, સ્થિર તથા અચળ, અને પદડા પાછળના સ્થાનમાં પેસનારી છે.


વળી જેમ આગળ પ્રમુખયાજક બીજાનું રક્ત લઈને પરમપવિત્રસ્થાનમાં વર્ષોવર્ષ પ્રવેશ કરતો, તેમ અમને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહિ.


અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને પરમપવિત્રસ્થાન [કહેતા હતા] ;


અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તર કહેવાય એમ નથી.


અને ઈશ્વરના મહિમાના તથા તેમના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને સાત દૂતના સાત અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શકયો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan