Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવાને તે અંદર જાય, ત્યારે જ્યાં સુધી તે પોતાને માટે તથા પોતાના ઘરનાંને માટે તથા સમગ્ર ઇઝરાયલી પ્રજાને માટે પ્રાયશ્ચિત્ત કરીને બહાર ન નીકળે, ત્યાં સુધી મુલાકાતમંડપમાં કોઈ માણસ ન રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 આરોન પવિત્રસ્થાનમાં પોતાનાં, પોતાના કુટુંબનાં અને ઇઝરાયેલી સમાજનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવા પરમપવિત્ર- સ્થાનમાં જાય અને પાછો બહાર ન આવે ત્યાં સુધી કોઈએ મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ, પોતાના પરિવારને સારુ તથા સર્વ ઇઝરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “હારુન પ્રાયશ્ચિત કરવા માંટે પરમ પવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પાછો આવે ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો. પોતાના માંટે, પોતાના પરિવારને માંટે તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિત વિધિ પતાવ્યા બાદ

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:17
14 Iomraidhean Croise  

અને એ એલ્કાનાનો પુત્ર, ને એ યરોહામનો પુત્ર તે એ અલિયેલનો પુત્ર, ને એ તોઆનો પુત્ર;


અને તારી સાથે કોઈ ઉપર ના આવે, તેમ જ આખા પર્વત પર કોઈ માણસ દેખાય નહિ; તેમ જ બકરાં કે ઢોર પર્વતની તળેટીમાં ન ચરે.”


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


અને ઇઝરાયલી લોકોની અશુદ્ધતાના કારણથી તથા તેઓનાં ઉલ્લંઘનોના એટલે તેઓનાં સર્વ પાપના કારણથી પવિત્રસ્થાનને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને મુલાકાતમંડપ જે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહે છે, તેને માટે પણ તે તેમ જ કરે.


અને યહોવાની સમક્ષ વેદી પાસે બહાર આવીને તેને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને વેદીનાં શિંગોની આસપાસ તે લગાડે.


ધૂપ કરતી વેળાએ લોકોની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી.


બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”


કેમ કે ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ,


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


પણ બીજા [ભાગ] માં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખયાજક જાય છે, પણ તે રક્ત વગર નહિ, એટલે જે રક્ત તે પોતાને માટે તથા લોકોના અજ્ઞાનતા [માં કરેલા] અપરાધને માટે અર્પણ કરે છે તે.


લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના ઘાથી તમે સાજા થયા.


કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે’. તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan