લેવીય 16:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને ઇઝરાયલી લોકોની અશુદ્ધતાના કારણથી તથા તેઓનાં ઉલ્લંઘનોના એટલે તેઓનાં સર્વ પાપના કારણથી પવિત્રસ્થાનને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને મુલાકાતમંડપ જે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહે છે, તેને માટે પણ તે તેમ જ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 આ રીતે ઇઝરાયલી લોકની અશુદ્ધતા અને તેમનાં બધાં પાપથી પરમપવિત્રસ્થાનને મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. એ જ રીતે ઇઝરાયલી લોકની મધ્યે આવેલા મુલાકાતમંડપને પણ અશુદ્ધતાથી મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આ રીતે તેણે ઇસ્રાએલીઓની શુદ્ધિથી તેમના અપરાધો અને તેમનાં પાપોથી પરમ પવિત્રસ્થાન ને મુકત કરવા; પ્રાયશ્ચિતવિધિ કરવી, એજ રીતે તેણે ઇસ્રાએલીઓની વસ્તીની વચમાં આવેલો હોવાને કારણે મુલાકાતમંડપને લાગેલી અશુદ્ધિઓની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવી. Faic an caibideil |