Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહોવાની સમક્ષ વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિન અંગારા, તથા પોતાના [બન્‍ને] ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની અંદરની બાજુએ તે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યારે વેદીમાંથી સળગતા અંગારા લઈ ધૂપદાની છલોછલ ભરવી અને તેની સાથે બે મૂઠી ભરીને બારીક પીસેલો સુવાસિત ધૂપ લઈને પરમપવિત્રસ્થાનમાં દાખલ થવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી તેણે એક ધૂપદાનીમાં યહોવા આગળની વેદીમાંથી સળગતા અંગારા લેવા, અને બે મૂઠી ઝીણો દળેલો ધૂપ લેવો, અને તેને પડદાની પાછળ ઓરડીમાં લઈ જવાં.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:12
13 Iomraidhean Croise  

તથા અભિષેકનું તેલ, તથા પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ:તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓ કરે.”


અને તેણે ગાંધીના હુન્‍નર પ્રમાણે અભિષેક કરવાનું પવિત્ર તેલ, તથા ખુશબોદાર સુગંધીઓનો ચોખ્ખો ધૂપ બનાવ્યાં.


અને હારુનના પુત્રો નાદાબ તથા અબિહૂએ પોતપોતાનું ધૂપપાત્ર લઈને, ને તેમાં અગ્નિ મૂકીને, ને તે પર ધૂપ નાખીને યહોવાની સમક્ષ પારકો, એટલે જે વિષે યહોવાએ તેઓને આજ્ઞા કરી ન હતી, એવો અગ્નિ ચઢાવ્યો.


અને પ્રત્યેક માણસે પોતપોતાનું ધૂપપાત્ર લીધું, ને તેમાં અગ્નિ લીધો, ને તે પર ધૂપ નાખ્યો, ને મૂસા તથા હારુન સહિત તેઓ મુલાકાતમંડપના દ્વારમાં ઊભા રહ્યા.


અને મૂસાએ હારુનને કહ્યું, “ધૂપપાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, ને તેના પર ધૂપ નાખ, ને તે તરત લોકોની પાસે લઈ જઈને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર; કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે. અને મરકી શરૂ થઈ છે.”


તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


પણ બીજા [ભાગ] માં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખયાજક જાય છે, પણ તે રક્ત વગર નહિ, એટલે જે રક્ત તે પોતાને માટે તથા લોકોના અજ્ઞાનતા [માં કરેલા] અપરાધને માટે અર્પણ કરે છે તે.


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો, ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan