Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે, તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને સારુ પ્રાયશ્ચિત્ત કરવાને યહોવાની સમક્ષ તેને જીવતો રજૂ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પછી અઝાઝેલને માટે નક્કી થયેલો બકરો પ્રભુ સમક્ષ જીવતો રજૂ કરવો અને લોકોનાં પાપ દૂર કરવાને માટે અઝાઝેલને માટેના બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ તેણે અઝાઝેલ માંટે પોતે પસંદ કરેલા બીજા બકરાને લાવવો અને તેને જીવતો યહોવાની સમક્ષ મૂકવો, પછી તેની પ્રાયશ્ચિતવિધિ કરીને તેને બીજા લોકોના પાપોને ધરનાર તરીકે અઝાઝેલ પાસે અરણ્યમાં મોકલવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:10
12 Iomraidhean Croise  

અને કોઢને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર [તે રક્ત] તે સાત વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે, ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.


અને હારુન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે:એટલે એક ચિઠ્ઠી યહોવાને માટે, ને બીજી ચિઠ્ઠી અઝાઝેલને માટે.


અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે, તેને રજૂ કરીને હારુન પાપાર્થાર્પણને માટે ચઢાવે.


ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે.


તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે; અને માત્ર આપણાં જ નહિ પણ આખા જગત [નાં પાપ] નું [તે પ્રાયશ્ચિત છે].


એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો. અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણો આપવા જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan