Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને કોઢને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર [તે રક્ત] તે સાત વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે, ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 શુદ્ધિકરણ કરાવનાર પર યજ્ઞકારે સાતવાર રક્ત છાંટીને તેને શુદ્ધ જાહેર કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે કુષ્ટરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે સાત વાર રક્ત છાંટી તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લાં ખેતરમાં છોડી મૂકવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જે વ્યક્તિની કોઢમાંથી શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે 7 વાર લોહી છાંટી તેને શુદ્ધ કરવો, અને પેલા જીવતા પંખીને તેણે ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:7
29 Iomraidhean Croise  

એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો, એટલે તમને નવું માસ આવશે, ને તમે શુદ્ધ થશો.”


એટલે તે ગયો, ને ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી, એટલે તેનું માસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું, ને તે શુદ્ધ થયો.


મારા અન્યાયથી મને પૂરો ધૂઓ, અને મારા પાપથી મને શુદ્ધ કરો.


ઝૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો, તો હું હિમ કરતાં ધોળો થઈશ.


તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


તો યાજક તેને તપાસી જુએ, અને જો, તેના આખા શરીર પર કોઢ ફેલાઈ ગયો હોય, તો તેવા રોગીને તે શુદ્ધ ઠરાવે; તે સઘળું ઘોળું થઈ ગયું છે; તે શુદ્ધ છે.


ને યાજક તેને તપાસે; અને જો રોગ ધોળો થઈ ગયો હોયમ તો રોગને યાજક શુદ્ધ ઠરાવે; તે શુદ્ધ છે.


અને તે એરેજવૃક્ષનું લાકડું તથા ઝૂફો તથા કિરમજી રંગ તથા જીવતું રહેલું પક્ષી, એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર સાત વાર છાંટે.


અને વાછરડાના રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વ તરફ દયાસન પર છાંટે; અને તે રક્તમાંનું સાત વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે.


અને તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર સાત વાર છાંટીને તેને શુદ્ધ કરે, ને ઇઝરાયલની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.


અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે; અને રાનમાં તે બકરાને છોડી દેવો.


અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાની સમક્ષ પડદાની સામે તે સાત વાર છાંટે.


અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તે રક્તમાંથી યહોવાની સમક્ષ પવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.


અને તેમાંનું તેણે વેદી પર સાત વાર છાંટ્યું, ને વેદીને તથા તેનાં સર્વ વાસણોને અને હોજને તથા તેના તળિયાને પાવન કરવા માટે તેઓનો અભિષેક કર્યો.


તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણાં પાપોને પગ નીચે ખૂંદશે; અને તમે તેઓનાં સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી દેશો.


તે [શુદ્ધિના પાણી] થી તે ત્રીજે દિવસે પોતાનું શુદ્ધિકરણ કરે, ને સાતમે દિવસે તે શુદ્ધ થશે. અને જો ત્રીજે દિવસે તે પોતાનું શુદ્ધિકરણ ન કરે, તો સામે દિવસે તે શુદ્ધ થશે નહિ.


તોપણ એક સિપાઈએ ભાલાથી તેમની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી અને પાણી નીકળ્યા.


માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સન્‍નિધ જઈએ.


અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.


કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે,


કેમ કે મૂસાએ નિયમશાસ્‍ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા ઝૂફાસહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું, ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,


વળી તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાનાં સર્વ પાત્રો પર પણ રક્ત છાંટયું હતું.


કેમ કે જો એમ હોત, તો જગતના આરંભથી ઘણી વાર તેમને [દુ:ખ] સહન કરવાની અગત્ય પડત. પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયા.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


પાણીથી તથા રક્તથી જે આવ્યા, તે એ છે એટલે ઈસુ‍ ખ્રિસ્ત. અને તે માત્ર પાણીથી નહિ પણ પાણી તથા રક્તથી આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan