Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 “કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં અવો, ત્યાર પછી તમારા વતનના દેશના કોઈ ઘરમાં હું કોઢનો રોગ દાખલ કરું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 “મેં તમને આપેલા કનાન દેશમાં જ્યારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કુષ્ટ રોગ મૂકું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 “મેં તમને આપેલા કનાન દેશમાં જયારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કોઢનો રોગ મૂકું;

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:34
28 Iomraidhean Croise  

અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી.


ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમ કે તે હું તને આપીશ.”


જે દેશમાં તું પ્રવાસ કરે છે, એટલે આખો કનાન દેશ, તે હું તને ને તારા પછીના તારા વંશજોને સદાનું વતન થવા માટે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


યહોવાનો શાપ દુષ્ટના ઘર પર [ઊતરે] છે; પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ આપે છે.


પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,


ને વસ્‍ત્રના તથા ઘરના કોઢને માટે,


પણ મેં તમને કહ્યું છે કે, તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ, તમને વિદેશીઓથી અગલ કરનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


“ઇઝરાયલીઓને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં આવ્યા પછી તમે તેની ફસલ કાપો, ત્યારે તમારી ફસલના પ્રથમ ફળની પૂળી તમારે યાજક પાસે લાવવી.


“ઇઝરાલી લોકોને એમ કહે કે, જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે આવો ત્યારે તે દેશ યહોવાનો વિશ્રામ પાળે.


નગરમાં રણશિંગડું વગાડવામાં આવે તો લોક બીધા વગર રહે ખરા? શું યહોવાના હાથ વગર નગર પર આપત્તિ આવે?


કેમ કે, જુઓ, યહોવા આજ્ઞા કરે છે, ને તેથી મોટા ઘરમાં ગાબડાં પડશે, ને નાના ઘરમાં ફાંટો પડશે.


યહોવા નગરને હાંક માટે છે. જે કોઈ જ્ઞાની છે તે તારા નામથી બીશે. સોટીનું તથા તેને નિર્માણ કરનારનું સાંભળ.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તેને મોકલી દઈશ, ને તે ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સોગંદ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. અને તે તેના ઘરમાં ટકી રહેશે, અને તેને તેનાં લાકડાં તથા પથ્થરો સહિત ભસ્મ કરશે.”


ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય, તો પછી તમે પાછા આવશો, અને યહોવા તથા ઇઝરાયલ વિષે નિરપરાધી ઠરશો, અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે.


યહોવાની આગળ શસ્‍ત્રસજ્જિત થઈને અમે કનાન દેશમાં પાર ઊતરીશું, ને યર્દનની પૂર્વે અમારા વારસાનું વતન અમારે માટે [રહેશે].”


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જ્યારે તમે યર્દન ઊતરીને કનાન દેશમાં જાઓ,


જે દેશ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વતન તરીકે આપ્યો છે તેમાં પૃથ્વી પરના તમારા આખા આયુષ્ય પર્યંત તમારે જે વિધિઓ તથા કાનૂનો પાળવા તે આ છે:


જે દેશજાતિઓનો દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તે [દેશજાતિઓ] ને જ્યારે યહોવા તારા ઈશ્વર નષ્ટ કરે, ને તું તેઓનું વતન પામે, અને તેઓનાં નગરોમાં તથા તેઓનાં ઘરોમાં તું વસે,


અને યહોવા તારા ઈશ્વર જે દેશ તને વતનને માટે આપે છે તેમાં તું આવે ને તેનો વારસો લઈને તેમાં વસે ત્યારે એમ થાય કે,


અને પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેઓના ઉપર તારે લખવા. એ માટે કે યહોવા તારા ઈશ્વર જે દેશ, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે, તને આપે છે તેમાં તું જાય.


“આ અબારીમ પર્વતોમાં નબો પહાડ જે મોઆબ દેશમાં યરીખોની સામે છે, તે પર તું ચઢ; અને જે કનાન દેશ હું ઇઝરાયલી લોકોને વતન તરીકે આપું છું તે જો.


અને યહોવા તારી મધ્યેથી સર્વ બિમારી દૂર કરશે. અને મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંનો કોઈ તે તારા પર લાવશે નહિ. પણ તારા સર્વ વૈરીઓ ઉપર તે રોગો લાવશે.


અને યહોશુઆ ઘરડો ને વયોવૃદ્ધ થયો. અને યહોવાએ તેને કહ્યું, “તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તોપણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે.


યહોવા મારે છે, ને જીવતાં કરે છે: તે શેઓલ સુધી નમાવે છે, ને [તેમાંથી] બહાર કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan