Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જે કોઢિ પોતાના શુદ્ધિકરણને વાસ્તે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય, તેને માટે એ નિયમ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 જો કોઈ વ્યક્તિ રક્તપિત્તમાંથી શુદ્ધિકરણ માટે નક્કી કરેલ બલિદાન ચડાવવાને સમર્થ ન હોય તેને માટે આ નિયમ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 કુષ્ટ રોગમાંથી સાજા થયેલા જે માણસના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો લાવવા જો તે અશક્ત હોય, તેને માટે આ નિયમ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 કોઢમાંથી સાજા થયેલા જે માંણસનું શુદ્ધિ માંટે જરૂરી અર્પણો લાવવા અશક્ત હોય તેને માંટે આ નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:32
12 Iomraidhean Croise  

જેમણે આપણી દીનાવસ્થામાં આપણને સંભાર્યાં [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


“જો કોઈ માણસની ત્વચામાં ઢીમું કે ચાંદું કે ચળકતું ચાઠું થાય, ને જો તેના શરીરની ત્વચામાં કોઢનો રોગ થયો હોય, તો તેને હારુન યાજકની પાસે કે તેના જે યાજકપુત્રો તેમાંના કોઈ એકની પાસે લાવવો:


ઊનના કે શણના વસ્‍ત્રના તાણામાંના કે વાણામાંના, કે ચામડાની કોઈપણ વસ્‍તુમાંના રોગની બાબતમાં, શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિષેનો નિયમ એ છે.”


અને આઠમે દિવસે બે ખોડખાંપણ વગરના નર હલવાન તથા પહેલાં વર્ષની એક ખોડખાંપણ વગરની ઘેટી, તથા ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદો તથા એક માપ તેલ તે લે.


“કોઢિના શુદ્ધિકરણને દિવસે તેના વિષે આ નિયમ થાય:એટલે તેને યાજક પાસે લાવવો,


અને જો તે ગરીબ હોય, અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને દોષાર્થાર્પણને માટે આરતી ઉતારવા માટે તે એક નર હલવાન, ને ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ મેંદો, તથા એક માપ તેલ લે;


એટલે જેવું તે મેળવી શકે એવું, એક પાપાર્થાર્પણને માટે તથા બીજું ખાદ્યાર્પણ સાથે દહનીયાર્પણને માટે; અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને માટે યાજક યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,


આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan