લેવીય 14:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને જો તે ગરીબ હોય, અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને દોષાર્થાર્પણને માટે આરતી ઉતારવા માટે તે એક નર હલવાન, ને ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ મેંદો, તથા એક માપ તેલ લે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 “જો કોઈ માણસ ગરીબ હોય અને આ બધું ચડાવવાને સમર્થ ન હોય તો તેણે શુદ્ધિકરણ માટે દોષનિવારણ બલિ તરીકે એક જ ઘેટો લાવવો. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરવું. તેની સામે ધાન્યઅર્પણ તરીકે ફક્ત તેલથી મોયેલો એક કિલો લોટ અને ત્રણસો ગ્રામ તેલ લાવવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “જો તે માંણસ ગરીબ હોય અને આ બધું ધરાવી શકે એમ ના હોય, તો તેણે માંત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો. યાજકે તેને તે વ્યક્તિના પ્રાયશ્ચિત માંટે આરતીમાં ધરાવવો અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફકત તેલથી મોંયેલો 8 વાટકા લોટ અને પા કિલો તેલ લાવવું. Faic an caibideil |