Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 અને કોઢના દરદીનાં વસ્‍ત્ર ફાડી નંખાય, ને તે ઉઘાડે માથે ફરે, ને તે પોતાના ઉપલા હોઠ પર મૂમતી બાંધે, ને એવી બૂમ પાડે કે, ‘અશુદ્ધ, અશુદ્ધ’.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 રક્તપિત્તિયાએ ફાટેલાં કપડાં પહેરવાં, વાળ ઓળાવવા નહિ, હોઠ સુધીનો ચહેરો ઢાંકી રાખવો અને પોકારવું “અશુદ્ધ છું, હું અશુદ્ધ છું”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 જે વ્યક્તિને કુષ્ટરોગ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખેરાયેલા રહેવા દેવા અને ઉપરના હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, ‘અશુદ્ધ, અશુદ્ધ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 “જે વ્યક્તિને કોઢ થયો હોય તેણે પોતાનાં વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખરાયેલા રહેવા દેવા, ઉપરનો હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો. અને બૂમો પાડવી, હું અશુદ્ધ છું, હું કોઢી છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:45
24 Iomraidhean Croise  

અને રૂબેન ખાડાની પાસે પાછો આવ્યો. અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો; અને તેણે પોતાનાં લૂગડાં ફાડયાં.


અને તામારે પોતાના માથા પર રાખ નાખી, ને પોતે પહેરેલું નવરંગી વસ્‍ત્ર ફાડ્યું. અને પોતાના હાથ માથા પર મૂકીને મોટેથી રડતી રડતી તે ચાલી ગઈ.


હવે દરવાજાના નાકા આગળ ચાર કોઢિયા બેઠેલા હતા. તેઓએ એકબીજાને કહ્યું, “શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?


ત્યારે અયૂબે ઊઠીને પોતાનો જામો ફાડીને માથું મૂંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં


તેથી હું [મારી જાતથી] કંટાળું છું, અને ધૂળ તથા રાખમાં [બેસીને] પશ્ચાત્તાપ કરું છું.”


કેમ કે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે.


હું અન્યાયીપણામાં જન્‍મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.


જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


અમે અમારી લાજમાં પડી રહીએ, ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમારા ઈશ્વર યહોવાનું કહ્યું અમે માન્યું નથી.”


રાજાએ તથા તેના જે સર્વ સેવકોએ આ બધાં વચનો સાંભળ્યાં તેઓ બીધા નહિ, તથ પોતાનાં વસ્ત્રો ફાડયાં નહિ.


“હઠો, હે અશુદ્ધ! તમે હઠો, હઠો, અમને અડકો નહિ, ” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, તેઓ નાસીને રઝળવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં મુકામ કરશે નહિ.


નિસાસા નાખજે, પણ મૂંગો રહીને, મૂએલાને માટે શોક ન કરતો, માથે તારો ફેંટો બાંધ, પગે તારાં પગરખાં પહેર, તારા હોઠો ઢાંકતો નહિ, ને [મરેલા] માણસની રોટલી ખાતો નહિ.”


ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો:તમે તમારા હોઠ ઢાંકશો નહિ, તેમ [મરેલા] માણસની રોટલી ખાશો નહિ.


તમારાં વસ્ત્રો નહિ પણ તમારાં હ્રદયો ફાડો, ને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો; કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે.


અને મૂસાએ હારુનને તથા તેના પુત્રો એલાઝારને તથા ઇથામારને કહ્યું, “તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્‍ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને સમગ્ર પ્રજા પર તે કોપાયમાન થાય. પણ જે જવાળા યહોવાએ સળગાવી છે, તેને લીધે તમારા ભાઈઓ, એટલે ઇઝરાયલનું આખું ઘર, વિલાપ કરો.


તો તે કોઢી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચે અશુદ્ધ ઠરાવે; તેના માથામાં રોગ છે.


અને જે પોતાના ભાઈઓ મધ્યે પ્રમુખયાજક હોય, ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય, ને તે પોષાક પહેરવા માટે જેનું શુદ્ધિકરણ કરાયું હોય, તે પોતાના વળ છોડી નાખે નહિ, ને પોતાનો પોષાક ફાડે નહિ;


દષ્ટાઓ લજ્‍જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે. કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.


“ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ પ્રત્યેક કોઢીને તથા પ્રત્યેક સ્‍ત્રાવના મરજવાળાને તથા કોઈપણ મુડદાથી અભડાયેલાને છાવણીની બહાર કાઢે.


એક ગામમાં તે પ્રવેશ્યા, એટલે દશ રક્તપિત્તિયા તેમને સામા મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને


તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું, “ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ; કારણ કે હું પાપી માણસ છું.”


Lean sinn:

Sanasan


Sanasan