Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “જો કોઈ માણસની ત્વચામાં ઢીમું કે ચાંદું કે ચળકતું ચાઠું થાય, ને જો તેના શરીરની ત્વચામાં કોઢનો રોગ થયો હોય, તો તેને હારુન યાજકની પાસે કે તેના જે યાજકપુત્રો તેમાંના કોઈ એકની પાસે લાવવો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “જો કોઈ માણસની ચામડી પર સોજો આવે, ચાંદું પડે કે ચળકતું દેખાય અને તેમાંથી કોઈ ભયંકર ચર્મરોગની શક્યતા લાગે તો તેને યજ્ઞકાર આરોન અથવા તેના પુત્રો પાસે લઈ જવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “જ્યારે કોઈ માણસના શરીર પરની ચામડી પર સોજો આવે અથવા ચાંદું કે ગૂમડું થાય અને એ કુષ્ટરોગમાં પરિણમે એમ લાગતું હોય, તો તેને હારુન યાજકની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “જો કોઈ વ્યક્તિના શરીરની ચામડી પર સોજો આવે, અથવા ચાંદું કે ગૂમડું થાય, અને એ કોઢમાં પરિણમે એમ લાગતું હોય. તો તેને યાજક હારુનની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:2
23 Iomraidhean Croise  

તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”


હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો; કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો. [પણ તે] કોઢિયો [હતો].


માટે નામાનનો કોઢ તને તથા તારાં સંતાનને સદા વળગી રહેશે.” આથી તે હિમ જેવો કોઢિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો.


પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાઘ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.


તેથી પ્રભુ સિયોનની દીકરીઓનાં માથાંને ઉંદરીવાળાં કરી નાખશે, અને યહોવા તેમને ઉઘાડાં કરશે.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,


અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ; અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય, અને તે રોગ ત્વચા કરતાં ઊંડો ઊતરેલો દેખાતો હોય, તો તે કોઢનો રોગ સમજવો. અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે.


અને યાજક તેને તપાસે, ને જો રોગ ત્વચામાં પસર્યો હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢ છે.


અને યાજક છાવણીની બહાર જાય, અને યાજક તેને તપાસે, ને જો કોઢિના શરીરમાંથી કોઢનો રોગ મટી ગયો હોય,


તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપવી કે, [મારા] ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે.


ને ઢીમાને તથા ચાંદાને તથા ચળકતા ટપકાને માટે એ નિયમ છે;


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


અને મંડપ ઉપરથી તે મેઘ હઠી ગયો. અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારુને મરિયમ તરફ જોયું, તો જુઓ તે તો કોઢી હતી.


પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય, તેવા મૃત્યુ પામેલા જેવી તે ન થાય.”


પછી ઈસુ તેને કહે છે, “જો જે, તું કોઈને કહીશ નહિ. પણ જા, પોતાને યાજકને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.”


અને તે તેને કહે છે, “જોજે, કોઈને કંઈ કહેતો ના. પણ જઈને પોતાને યાજકને બતાવ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું, તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.”


તેઓને જોઈને તેમણે કહ્યું, “જાઓ, તમે તમારાં [શરીરને] યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.”


તેમણે તેને તાકીદ કરી, “તારે આ વિષે કોઈને કહેવું નહિ. પણ તું જઈને યાજકને [તારું શરીર] બતાવ, અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ ચઢાવ.”


કોઢ રોગ વિષે તું સાવચેત થઈને લેવી યાજકો તને જે કંઈ શીખવે તે સર્વ તું ખંતથી પાળીને બજાવ. જેમ મેં તમને આજ્ઞા કરી તેમ તમે સાંભળીને કરો.


મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તને મારશે. અને તેમાંથી તું સાજો થઈ શકશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan