Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓનું માંસ ન ખાવું, તથા તેઓનાં મુડદાંનાં સ્પર્શ ન કરવો. તેઓ તમને અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ; તે અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમાંરે તેનું માંસ ખાવું નહિ કે તેમના શબને અડવું નહિ. તમાંરે તેમને અશુદ્ધ ગણવાં.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:8
22 Iomraidhean Croise  

જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહિ; પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે, ને તેઓ આશૂરમાં અપવિત્ર અન્ન ખાશે.


અને ડુકકર, કેમ કે તેની ખરી ફાટેલી છે ને તેના પગ ફાટેલા છે, પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે.


બધાં જળચર [પ્રાણીઓ] માંથી તમારે આ ખાવાં:એટલે પાણીમાં જે બધાંને પર તથા ભિંગડાં હોય છે તેઓને તમારે ખાવાં, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય.


અથવા જો કોઈ માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો, એટલે અશુદ્ધ પશુના મુડદાનો કે અશુદ્ધ ઢોરના મુડદાનો કે અશુદ્ધ સર્પટિયાના મુડદાનો સ્પર્શ કરે, ને તે તેના જાણવામાં ન આવતાં તે અશુદ્ધ થયો હોય તો તે દોષિત ગણાય;


મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.”


માણસને જે વટાળે છે તે એ જ છે. પણ અણધોયેલે હાથે ખાવું એ માણસને વટાળતું નથી.”


બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને વટાળે છે.


અને તે તેઓને કહે છે, શું તમે પણ એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, માણસમાં જે જે બહારથી પેસે છે તે તેને વટાળી શકતું નથી!


તેઓએ જોયું હતું કે તેમના કેટલાક શિષ્યો અશુદ્ધ, એટલે અણધોયેલે, હાથે રોટલી ખાય છે.


તેણે તેઓને કહ્યું, “તમે પોતે જાણો છો કે બીજી પ્રજાના માણસની સાથે સંબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, એ યહૂદી માણસને ઉચિત નથી, પણ ઈશ્વરે તે મને દેખાડ્યું છે કે, મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.


એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”


માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, [અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે] તે ન [કરવું] એ તારે માટે ઘટિત છે.


પંણ ખોરાકથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી:જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી; અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી.


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.


એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાઓ.


એથી ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે.


તેઓ ખોરાક, પેયાપર્ણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે માત્ર શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતાં સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan