Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું; એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમ કે હું પવિત્ર છું; અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 હું પ્રભુ, તમારો ઈશ્વર છું. હું પવિત્ર છું, માટે તમારે પણ સમર્પિત થઈને પવિત્ર રહેવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાઓ કેમ કે હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલનારાં કોઈ પણ સર્પટિયાંથી પોતાને અશુદ્ધ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 કારણ કે હું યહોવા તમાંરો દેવ છું. આ બાબતો વિષે તમે તમાંરી જાતને પવિત્ર રાખો, કારણ, હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલતાં કોઈ પ્રાણીથી તમાંરે તમાંરી જાતને અભડાવવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:44
34 Iomraidhean Croise  

તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, અને તેમના પાયાસન પાસે ભજન કરો; તે પવિત્ર છે.


આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો; કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.


“મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેઓને એમ કહે, કે તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો; અને તમે જાણશો કે તમારો ઈશ્વર યહોવા હું છું.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ,


અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી.”


“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.


તારા બળદ તથા તારાં ઘેટાં વિષે પણ તું એમ જ કર. સાત દિવસ તે પોતાની માતાની સાથે રહે, આઠમે દિવસે તે તું મને આપ.


અને તમે મારા પવિત્ર માણસો થાઓ; માટે વનમાં જાનવરે ફાડી ખાધેલાંનું માંસ તમે ન ખાઓ; તે કૂતરાંને નાખી દો.


વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્‍નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ.


અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, હું ઇઝરાયલને પવિત્ર [ઈશ્વર] તારો ત્રાતા છું, મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.


કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું કે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે! સૈન્યોના [ઈશ્વર] યહોવા એ તેમનું નામ છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


કોઈ પણ પેટે ચાલનાર સર્પટિયાથી તમે પોતાને અમંગળ ન કરો ને તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ.


“ઇઝરાયલી લોકને એમ કહે કે, હું યહોવા તમારો ઈશ્વર છું.


અને તારી દ્રાક્ષાવાડી તું વીણી ન લે, તેમ જ તારી દ્રાક્ષાવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.


“ઇઝરાલી લોકોને વાત કરતાં કહે કે, તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.


તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના પિતાની બીક રાખો, ને તમે મારા સાબ્બાથ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.


મૂર્તિઓની તરફ તમે ન ફરો, ને તમારે માટે ઢાળેલી [ધાતુના] દેવો ન કરો; હું યહોવા તમારો ઈશ્વર છું.


અને તમે પવિત્ર [લોક] થાઓ; કેમ કે હું યહોવા પવિત્ર છું ને મેં તમને વિદેશીઓથી અગલ કર્યા છે, એ માટે તમે મારા થાઓ.


એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.


માટે તું તેને શુદ્ધ કર; કેમ કે તે તારા ઈશ્વરની રોટલી ચઢાવે છે, તે તારે માટે શુદ્ધ હોય; કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું.


શું બે જણા સંપ કર્યા વગર સાથે ચાલી શકે ખરા?


એ માટે કે તમે મારી સર્વ આજ્ઞા પાળવાનું યાદ રાખો, ને તમારા ઈશ્વરની આગળ પવિત્ર થાઓ.


એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશજાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને માટે નહિ, પણ પવિત્રતામાં તેડયા છે.


ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “તમારાથી યહોવાની સેવા નહિ કરાય:કેમ કે તે તો પવિત્ર ઈશ્વર છે; તે આસ્થાધારી ઈશ્વર છે. તે તમારાં ઉલ્લંઘનની ને તમારાં પાપોની ક્ષમા નહિ કરે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


જે અન્યાયી છે, તે હજુ અન્યાય કર્યા કરે! અને જે મલિન છે, તે હજુ મલિન થતો જાય! જે ન્યાયી છે, તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે! અને જે પવિત્ર છે, તે હજુ પવિત્ર થતો જાય.


યહોવા જેવા પવિત્ર કોઈ નથી; કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી; વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી.


ત્યારે બેથ-શેમેશના માણસોએ કહ્યું, “યહોવા એટલે આ પવિત્ર ઈશ્વર આગળ કોણ ઊભું રહી શકે? અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય?”


Lean sinn:

Sanasan


Sanasan