Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને એમ કહો કે, પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓમાંથી જે પ્રાણીઓ તમારે ખાવાં તે આ છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે જણાવો: જમીન પરનાં પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તમે ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે જણાવો: તમે પૃથ્વી પરનાં પ્રાણીઓમાંથી આટલાં જમવા માંટે ઉપયોગમાં લઈ શકો:

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:2
22 Iomraidhean Croise  

ત્યારે મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવા! જો, હું કદી અશુદ્ધ થયો નથી; કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુડદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી. તેમ જ નાપાક માસ મારા મોંમાં ગયું નથી.”


પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો, “રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહિ.” તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે, “વટાળથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ.”


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,


અને તેઓ તમને અમંગળ જ થાય; તેઓનું માંસ ન ખાઓ, ને તેઓનાં મુડદાંને તમે અમંગળ ગણો.


અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવાં; તેઓને ન ખાવાં; તે અમંગળ છે: એટલે ગરુડ, તથા ફરસ, તથા અજના;


તોપણ ચાર પગે ચાલનાર પાંખવાળાં સર્પટિયાં, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમને ખાવાની રજા છે:


અને જમીન પર પેટે ચાલનાર સર્પટિયાંમાંથી આ તમને અશુદ્ધ હોય:નોળિયો તથા ઉંદર તથા મોટી ઘરોળી તેની જાત પ્રમાણે,


પશુઓમાંથી જે કોઈને ફાટેલી ખરી, ને ચિરાયેલા પગ હોય, તથા જે વાગોળતું હોય, તે તમારે ખાવું.


[એમાંની] બધી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે, તે અશુદ્ધ ગણાય. અને જે કંઈ પીવાનું એવા પ્રત્યેક વાસણમાં હોય, તે અશુદ્ધ ગણાય.


અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે, તેઓમાંનું કોઈ મરી જાય, તો જે કોઈ તેના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


તોપણ વાગોળનારાંમાંથી અથવા ફાટેલી ખરીવાળાંમાંથી આ [પશુઓ] તમારે ન ખાવાં:એટલે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે.


બધાં જળચર [પ્રાણીઓ] માંથી તમારે આ ખાવાં:એટલે પાણીમાં જે બધાંને પર તથા ભિંગડાં હોય છે તેઓને તમારે ખાવાં, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય.


મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.”


તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહિ, કેમ કે [પ્રભુની] કૃપાથી અંત:કરણ દઢ કરવામાં આવે તે સારું છે; [અમુક] ખોરાક ખાવાથી નહિ, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહિ.


તેઓ ખોરાક, પેયાપર્ણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે માત્ર શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતાં સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan