લેવીય 10:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ઉચ્છાલિત બાવડું તથા આરતિક્ત છાતી, ચરબીના હોમયજ્ઞ સહિત, યહોવાની સમક્ષ આરતી ઉતારીને આરત્યર્પણ કરવાને તેઓ લાવે. તે પણ તારું તથા તારી સાથે તારા પુત્રોનું સદાનું દાપું થાય; કેમ કે યહોવાએ એવી આજ્ઞા આપી છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પ્રભુને યજ્ઞાપર્ણ કરતી વખતે ચરબી દહન કરવા લાવવામાં આવે ત્યારે તે સાથે છાતીનો ભાગ અને પાછલા પગ પણ લાવવા. આ ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે તારો અને તારાં સંતાનોનો કાયમનો હિસ્સો છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ15 ચરબી હોમવા લાવતી વખતે આરત્યર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યાજકો માંટે યહોવાને ચઢાવવા લોકોએ સાથે લાવવો, આ ચઢાવાની યહોવા સામે આરતી કરવી. યહોવાએ જણાવ્યા મુજબ એ તને અને તારા પુત્રોને તમાંરા કાયમી અધિકારના ભાગની જેમ મળવો જોઈએ.” Faic an caibideil |