Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 10:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જે વિધિઓ યહોવાએ મૂસાની હસ્તક તેઓને ફરમાવ્યા છે તે સર્વ તમે ઇઝરાયલી લોકોને શીખવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 મોશેની મારફતે આપવામાં આવેલી બધી આજ્ઞાઓ તમારે ઇઝરાયલી લોકોને શીખવવાની છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને યહોવાએ જે નિયમો મૂસાને આપ્યા હતા તે બધા નિયમો ઇસ્રાએલી લોકોને સમજાવવા.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 10:11
16 Iomraidhean Croise  

હવે લાંબી મુદત સુધી ઇઝરાયલીઓ ખરા ઈશ્વરને ભજતા નહોતા, તેમને બોધ કરનાર યાજક નહોતા, તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું.


તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો.


વળી જે લેવીઓ યહોવાની [સેવામાં] વિશેષ પ્રવીણ હતા તેઓને હિઝકિયાએ ઉત્તેજન આપ્યું. માટે તેઓએ શાંત્યાર્પણોનાં બલિદાન આપીને તથા પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આભારસ્તુતિ કરીને પર્વ પૂરું થતા સુધી, એટલે સાતે દિવસ સુધી, મિજબાની કરી.


સાતમાં માસને પહેલે દિવસે, પ્રજાના સર્વ સ્ત્રીપુરુષો અને જેઓ સાંભળીને સમજી શકે એવાં હતાં તે સર્વની આગળ એઝરા યાજક નિયમશાસ્ત્ર લાવ્યો.


લેવીઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું, અને તેમને વાચેલું સમજાવ્યું.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.


અને જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાંથી જે ફેંસલો તેઓ તને બતાવે તેના તાત્પર્ય પ્રમાણે તારે કરવુમ, અને જે બધું તેઓ તને શીખવે તે પ્રમાણે કાળજી રાખીને તારે કરવું.


જે નિયમ તેઓ તને શીખવે તેની મતલબ પ્રમાણે, ને જે ચુકાદો તેઓ તને કરી બતાવે તે પ્રમાણે તારે કરવું. જે ફેંસલો તેઓ તને કરી બતાવે તેનાથી તું ડાબે કે જમણે મરાડીશ નહિ.


કોઢ રોગ વિષે તું સાવચેત થઈને લેવી યાજકો તને જે કંઈ શીખવે તે સર્વ તું ખંતથી પાળીને બજાવ. જેમ મેં તમને આજ્ઞા કરી તેમ તમે સાંભળીને કરો.


તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.


કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.


Lean sinn:

Sanasan


Sanasan