Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે રક્તને રજૂ કરે, ને મુલાકાતમંડપના દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે પ્રભુ સમક્ષ આખલાને કાપવો અને આરોનવંશી લેવીએ તેનું રક્ત પ્રભુને ચડાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવેલી વેદીની ચારે બાજુએ છાંટવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી તે બળદને યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેના રક્તને લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “પછી તે દહનાર્પણને યહોવા સમક્ષ વધેરે; અને હારુનના પુત્રો – યાજકો તેનું લોહી યહોવાને ધરાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:5
25 Iomraidhean Croise  

તેઓએ પાસ્ખા કાપ્યાં; અને યાજકોએ તેઓના હાથમાંથી [તેમનું લોહી લઈને] છાટ્યું. અને લેવીઓએ તે [પશુઓની] ચામડી ઉતારી.


અને યહોવાની આગળ મુલાકાતમંડપના બારણા આગળ તું વાછરડાને કાપ.


અને તે ઘેટાને તું કાપ, ને તેનું રકત લઈને વેદીની ચારેગમ છાંટ.


અને તું યજ્ઞ વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.


તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા કહે છે કે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના પર દહનીયાર્પણો ચઢાવવા વિષે તથા તે પર રક્ત છાંટવા વિષે આ વિધિઓ છે.


અને તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાની સમક્ષ કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદી પર ચારે બાજુએ છાંટે.


અને યાજક તેને વેદી પાસે લાવીને તેનું માથું મરડી નાંખે, ને વેદી પર તેનું દહન કરે; અને તેનું રક્ત વેદીની બાજુએ નીતરી વહી જવા દે.


અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે.


કેમ કે શરીરનો જીવ રક્તમાં છે; અને વેદી પર [બળિદાન થઈને] તે તમારા આત્માને માટે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે; કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત્ત થાય છે, કારણ કે તેમાં જીવ છે.


અને તે તેના માથા પર પોતાનો હાથ મૂકે, તે મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે.


અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, વેદી પર ચારેબાજુ તેનું રક્ત છાંટે.


અને તે પોતના અપર્ણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે.


અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને દહનીયાર્પણની જગામાં પાપાર્થાર્પણ કાપે.


અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને જ્યાં દહનીયાર્પણ કપાય છે તે જગાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.


અને સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી લગાડે. અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું બધું રક્ત તે ઢોળી દે.


હું શું લઈને યહોવાની હજૂરમાં આવું, ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, એક વરસના વાછરડાને લઈને તેમની આગળ આવું?


પણ ગાયના પ્રથમજનિતને, અથવા ઘેટાના પ્રથમજનિતને, અથવા બકરાના પ્રથમ જનિતને તું છોડાવી ન લે; તેઓ પવિત્ર છે. તું તેઓનું રક્ત વેદી પર છાંટ, ને યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે તેઓની ચરબીનું દહન કર.


વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી.


અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


તેઓએ ગોધો કાપ્યો, પછી છોકરાને એલી પાસે લાવ્યા,


Lean sinn:

Sanasan


Sanasan