Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અમારા પૂર્વજોએ પાપ કર્યું, અને તેઓ તો રહ્યા નથી! અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી. અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:7
15 Iomraidhean Croise  

અને તેઓ બોલ્યા, “તારા દાસો બાર ભાઈ છીએ, કનાન દેશના એક માણસના દિકરા છીએ. અને જુઓ, નાનો ભાઈ આજે અમારા પિતાની પાસે છે, ને એકનો તો પત્તો નથી.”


અને તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ નથી, ને શિમયોન પણ નથી, ને વળી બિન્યામીનને લઈ જાઓ છો. એ સર્વ મારે વેઠવાનું છે.”


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


જેઓ મને જુએ છે, તેઓ ફરી મને જોશે નહિ. તું મને દેખતો હશે, પણ એટલામાં હું લોપ થઈશ.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


હે યહોવા, અમે અમારી દુષ્ટતા, અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; કેમ કે તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


ત્યારે તું તેઓને કહેજે કે, યહોવા કહે છે કે, [વિપત્તિ આવવાનું] કારણ એ છે કે, તમારા પૂર્વજો મને તજીને અન્ય દેવોની પાછળ ગયા, ને તેઓની સેવા તથા આરાધના કરી, તેઓએ મારો ત્યાજ કર્યો, ને મારું નિયમશાસ્ત્ર પાળ્યું નહિ.


અને તમે તો તમારા પૂર્વજો કરતાં વધારે પાપ કર્યું છે. કેમ કે તમે દરેક પોતપોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલો છો, ને મારી આજ્ઞા માનતા નથી.


યહોવા કહે છે, “રુદનનો, મોટા વિલાપનો અવાજ રામામાં સાંભળવામાં આવે છે, રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે, અને તે પોતાનાં છોકરાં સંબંધી દિલાસો લેવા ના પાડે છે, કેમ કે તેઓ હતાંનહોતાં થયાં છે.


તે સમયે ‘પિતાઓને ખાટી દ્રાક્ષા ખાધી, ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે, ’ એવું તેઓ ફરી કહેશે નહિ.


યહોવા કહે છે કે, તેં તારી લંપટતા તથા તારાં ધિક્કારપાત્ર કૃત્યો ની શિક્ષા વેઠી છે.


“તમે શા કારણથી ઇઝરાયલ દેશ વિષે આ કહેવત વાપરો છો કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષો ખાધી છે ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે?’


તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?


યહોવા મંદરોષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્‍લંઘનની ક્ષમા કરનાર, તથા [દોષિતને] નિર્દોષ કોઈ પણ પ્રકારે નહિ ઠરાવનાર; પિતાના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં છોકરાં પાસેથી લેનાર છે.


Lean sinn:

Sanasan


Sanasan