Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશૂરીઓને તાબે થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 જીવતા રહેવા ખોરાકને માટે અમે ઇજિપ્ત ને આશ્શૂરની પાસે ભીખ માગી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:6
15 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, “કૃપા કરી મારી જાંઘ નીચે તારો હાથ મૂક;


તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હ્રદય તારા હ્રદય પ્રત્યે શુદ્ધ છે, તેમ શું તારું હ્રદય છે?” યહોનાદાબે ઉત્તર અપ્યો કે, છે. [યેહૂએ કહ્યું,] “જો એમ હોય તો મને તારો હાથ આપ.” તેણે પોતાનો હાથ તેને આપ્યો; એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઊંચકી લીધો.


તું સુગંધીદાર તેલ લઈને મોલેખની પાસે ચાલી ગઈ, ને તેં પુષ્કળ અત્તર ચોળ્યું, ને તારા સંદેશીયાને તેં દૂર સુધી મોકલ્યા, ને શેઓલ સુધી તું નીચે ગઈ.


હવે મિસરને માર્ગે જઈને નીલનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશૂરને માર્ગે જઈને [ફ્રાત] નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?


તું તારો માર્ગ બદલવા માટે આમતેમ કેમ ભટકે છે? તું આશૂરથી લજ્જિત થયો હતો તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.


તેની સામે ચારે તરફથી રણનાદ કરો; તે શરણે થઈ છે; તેના બુરજો પડયા છે, તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે; કેમ કે યહોવાએ લીધેલો બદલો તો એ છે. તેની પાસેથી બદલો લો; જેવું તેણે [બીજાઓને] કર્યું છે તેવું તેને કરો.


અમારી આંખો ખાલી સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. અમને બચાવી શકે નહિ એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે.


કેમ કે કરાર તોડીને તેણે સોગનને તુચ્છ ગણ્યા છે. અને જુઓ, કોલ આપ્યા છતાં તેણે આ સર્વ કામો કર્યા છે. તે બચવાનો જ નથી.


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.


એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે, તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશૂરની પાસે જાય છે.


તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહિ; પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે, ને તેઓ આશૂરમાં અપવિત્ર અન્ન ખાશે.


Lean sinn:

Sanasan


Sanasan