Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, જે અમારા પર આવી પડ્યું છે, તેનું સ્મરણ કરો. ધ્યાન દઈને અમારું અપમાન જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, અમારા પર જે આવી પડયું છે તે યાદ કરો. અમારી તરફ જુઓ અને અમારું અપમાન નિહાળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર; ને અપમાન પર નજર કર.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:1
26 Iomraidhean Croise  

તેઓએ મને કહ્યું, “બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે.”


જે વચન તમે તમારા સેવક મૂસાને ફરમાવ્યું, તે કૃપા કરીને સંભારો. તમે કહ્યું હતું, ‘જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીઓમાં વિખૈરી નાખીશ;


“હે અમારા ઈશ્વર, સાંભળો, અમારો તિરસ્કાર કરવામાં આવે છે! તેઓ અમારી નિંદા કરે છે તેનો તેમને તમે બદલો આપો. તેઓ બંદીવાસમાં જાઓ, અને તેમના ઘરબાર લૂંટાઈ જાઓ!


કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ [જેવો] મને ઘડયો છે; અને શું તમે મને પાછો ધૂળ ભેગો કરશો?


અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે, મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.


મારી વિપત્તિ સામું જુઓ, અને મને બચાવો; કેમ કે હું તમારો નિયમ વીસરતો નથી.


હે યહોવા, શત્રુઓએ મહેણાં માર્યાં છે, અને મૂર્ખ લોકોએ તમારા નામની નિંદા કરી છે, તેનું સ્મરણ કરો.


હે પ્રભુ, અમારા પડોશીઓએ જે રીતે તમારી નિંદા કરી છે, તે જ રીતે તેઓના ઉરમાં તેઓને સાતગણી નિંદા વાળી આપો.


અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.


હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.


હે યહોવા, તમે [મારું બધું] જાણો છો; મેન સંભારો, મને દર્શન દો, ને મારા સતાવનારા ઉપર મારા વતી વૈર લો. તમારી સહનશીલતાની ખાતર મને લઈ જશો નહિ; યાદ રાખો કે મેં તમારે લીધે નિંદા સહન કરી છે.


અમે નિંદા સાંભળી છે, તેથી અમે લજ્જિત થયા છીએ. યહોવાના મંદિરનાં પવિત્રસ્થાનોમાં પરદેશીઓ આવ્યા છે, તેથી અમારાં મુખ લાજથી છવાઈ ગયાં છે.


યહોવાન સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે ફાંફા મારે છે. તેઓએ પોતાના પ્રાણ બચાવવા માટે અન્‍નને બદલે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. હે યહોવા, તમે નજર કરો, અને જુઓ, મારો કેવો તિરસ્કાર થાય છે.”


હે યહોવા, જુઓ; કેમ કે મને ખેદ થાય છે; મારી આંતરડી કકળે છે! મારા હ્રદયને ચેન પડતું નથી; કેમ કે મેં ભારે બળવો કર્યો છે; બહાર તરવાર નિ:સંતાન કરે છે, ઘરમાં પણ મરણ જેવું છે.


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે: “જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા, આખી પૃથ્વીનું આનંદાસ્પદ કહેતા હતા, તે શું આ છે?”


હે યહોવા, જુઓ, ને વિચાર કરો કે, તમે કોને આવું [દુ:ખ] દીધું છે! શું સ્‍ત્રીઓ પોતાના પેટના ફળને એટલે ખોળામાં રમાડેલાં પોતાનાં ધાવણાં બાળકોને ખાય? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્ર સ્થાનમાં માર્યા જાય?


મારું કષ્ટ તથા મારું દુ:ખ, મારાં નાગદમણ તથા પિત્ત, તેઓનું સ્મરણ કર.


મારી આંખમાંથી નિરંતર ચોધાર આંસુઓ વહ્યાં કરે છે.


હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા, તથા મારી વિરુદ્ધ તેઓએ કરેલાં સર્વ કાવતરાં તમે સાંભળ્યા છે.


હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે; હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો, આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો.


તેણે કહ્યું, “હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો.”


Lean sinn:

Sanasan


Sanasan