Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ હાલ તેઓનું મુખ કોયલ કરતાં કાળું થયું છે! તેઓ મહોલ્લાઓમાં ઓળખાતા નથી. તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે; તે સુકાઈને લાકડાં જેવી થઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પણ હવે તેઓ રસ્તાઓ પર ઓળખી ન શકાય તેવી રીતે પડેલા છે. મૃત્યુને લીધે તેમનાં મોં કાળાંમેશ થઈ ગયાં છે. તેમની ચામડી સૂકાં લાકડાં જેવી થઈ ગઈ છે અને તેમનાં હાડકાં પર વળગી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી, તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે, ઓળખાતા નથી. તેમના મોંઢાકાજળથી પણ કાળા પડી ગયા છે; તેમની ચામડી હાડકા પર ચીમળાઇ ગઇ છે અને સુકાઇને લાકડા જેવી થઇ ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:8
17 Iomraidhean Croise  

મારામાં હાડકાં અને ચામડી સિવાય બીજું કંઈ રહ્યું નથી. હું માંડમાંડ બચ્યો છું.


જ્યારે તેઓએ તેને દૂરથી જોયો, અને તેને ઓળખ્યો પણ નહિ, ત્યારે તેઓ પોક મૂકીને રડયા; અને દરેકે પોતાનો જામો ફાડયો, અને આકાશ તરફ [જોઈને] પોતાનાં માથાં પર ધૂળ નાખી.


મારી ચામડી કાળી પડી ગઈ છે, અને મારા શરીર પરથી [ખરી પડે છે] , ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.


તેનું માંસ ગળાઈને અદશ્ય થાય છે, અને તેનાં હાડકાં દેખાતાં નહોતાં, પણ હવે તેના હાડકાં ઉપસી આવેલા દેખાય છે.


મારા દિવસો નમતી છાયાના જેવા છે; અને ઘાસની જેમ હું ચીમળાઈ ગયો છું.


વળી હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; તોપણ હું તમારા વિધિઓને વીસરતો નથી.


કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ [જાણે કે] ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)


તમારા રોષને લીધે મારા શરીરમાં આરોગ્ય નથી; મારાં પાપને લીધે મારાં હાડકાંમાં શાંતિ નથી;


જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા (તેનો ચહેરો અને તેનું રૂપ એવાં વિરૂપ થયાં હતાં કે તે જાણે માણસ જ ન હોય),


દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.


તેમને જોઈને લોકો ત્રાસ પામ્યા છે. સર્વ ચહેરા ફિક્કા પડી ગયા છે.


નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.


તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગેલી છે તે પણ અમે તમારી સામે ખંખેરી નાખીએ છીએ. તોપણ એટલું જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan