Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 રે સિયોનની દિકરી, તારા અન્યાયની સજા [હવે] પૂરી થઈ છે. તે તને ફરીથી બંદિવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી તે તારા અન્યાયનું શાસન આપશે. તે તારાં પાપ ઉઘાડાં કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 સિયોનને તેના પાપની સજા પૂરી થઈ છે. પ્રભુ આપણને બંદીવાસમાં વધુ સમય રાખશે નહિ. પણ હે અદોમ, પ્રભુ તને સજા કરશે; તે તારાં પાપ ખુલ્લાં કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે. તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે. તે તારાં પાપ પ્રગટ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 હે સિયોન, તારાં પાપની સજા પૂરી થઇ છે. હવે તને યહોવા દેશવટે નહિ રાખે. હે અદોમ, યહોવા તને તારા અપરાધની સજા, કરશે અને તારા પાપ ઉઘાડા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:22
17 Iomraidhean Croise  

હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”


હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.


તારા દેશમાં બલાત્કારની વાત, તારી સરહદમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ. તું તારા કોટોને તારણ, ને તારા દરવાજાઓને સ્તુતિ એવાં નામ આપીશ.


વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે, હું તેઓનું હિત કરતાં તેઓની પાસેથી પાછો ફરીશ નહિ. અને તેઓ મારાથી દૂર ન જાય માટે હું મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.


હું યહૂદિયાનો તથા ઇઝરાયલનો બંદીવાસ ફેરવી નાખીશ, ને આગળ હતા તેમ તેઓને બાંધીશ.


તેઓએ જે અપરાધો કરીને મારી વિરુદ્ધ પાપ કર્યું તે સર્વ અપરાધથી, હું તેઓને શુદ્ધ કરીશ; અને જે પાપો તથા અપરાધો તેઓએ મારી વિરુદ્ધ કર્યાં છે, ને જેથી તેઓએ મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે તે સર્વની હું ક્ષમા કરીશ.


કેમ કે મેં તેઓ એસાવને નગ્ન કર્યો છે, મેં તેનાં ગુપ્ત સ્થાનો ઉઘાડાં કર્યાં છે, તે પોતાને ગુપ્ત રાખી શકશે નહિ. તેના વંશજો, તેના ભાઈઓ તથા તેના પડોશીઓ નષ્ટ થયા છે, ને તે નાબૂદ થયો છે.


યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.


અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.


જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકોની દિકરીનો અન્યાય મોટો છે.


જ્યારે તેઓમાં મારું પવિત્રસ્થાન સદાને માટે થશે ત્યારે [બધી] પ્રજાઓ જાણશે કે ઇઝરાયલને શુદ્ધ કરનાર યહોવા તે હું છું.


દૂર રહેનારા મરકીથી માર્યા જશે, ને પાસે રહેનારા તરવારથી નાશ પામશે, અને બાકી રહેલા જેમને ઘેરી લેવામા આવ્યા છે તેઓ દુકાળથી માર્યા જશે આ પ્રમાણે હું મારો ક્રોધ તેમના પર પૂરો કરીશ.


તારા ભાઈ યાકૂબ ઉપર જુલમ ગુજાર્યાને લીધે તું લજ્જિત થશે, ને તું સદાને માટે નષ્ટ થશે.


પણ એસાવનો મેં ધિકકાર કર્યો, અને મેં તેના પર્વતોને ઉજ્જડ કરી નાખ્યા, અને તેનું વતન અરણ્યનાં શિયાળવાંને [આપ્યું.] ”


અદોમ કહે છે, “જો કે અમને કચડી નાખવામાં આવ્યા છે, તો પણ અમે પાછા આવીને [અમારાં] ઉજ્જડ થઈ ગયેલાં સ્થાનો ફરીથી બાંધીશું.” તોપણ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેઓ બાંધશે, પણ હું પાડી નાખીશ; ‘દુષ્ટતાની હદ, ’ તથા ‘જેમના પર યહોવાનો રોષ સદા રહે છે તેવા લોકો, ’ એવાં નામ તેમને આપવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan